BANASKANTHAGUJARATPALANPUR

NSS યુનિટની વાર્ષિક શિબિર અંતર્ગત અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો

4 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગરના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિર અંતર્ગત બાકરપુર મુકામે અંધશ્રદ્ધા નિર્મૂલનનો સંદેશો આપતો મેઝિક શૉ શ્રી જે.કે સુથાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીફળ સળગવું , કંકુના પગલા પડવા , ઉકળતા તેલમાંથી પૂરી કાઢવી, ડબલ પૈસા કરવા, સોનુ ગાયબ કરવું વગેરે જેવા અસંખ્ય જાદુના પ્રયોગો નો વૈજ્ઞાનિક આધાર બતાવી અંધશ્રદ્ધામાંથી દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે.આ કાર્યક્રમને ગ્રામજનોએ, સ્વયંસેવકોએ અને પ્રાથમિક શાળાના બાળકોએ મોટી સંખ્યામાં હાજર રહી નિહાળ્યો હતો. તથા અંધશ્રદ્ધાથી વાકેફ થયા હતા. આ સાથે NSS યુનિટના સ્વયં સેવકોએ શ્રમકાર્ય અંતર્ગત ગામની જાહેર જગ્યાઓની સ્વચ્છતા કરી સાર્વજનિક લાઈબ્રેરીની મુલાકાત પણ લીધી હતી.

Back to top button
error: Content is protected !!