GUJARATMANDAVI

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા માંડવી તાલુકાના નાની ખાખર અને બિદડા ગામમાં સ્ત્રી રોગ અને આંખના નિદાન કેમ્પ સાથે ભારત આયુષ્યમાન કાર્ડ માટે નુ પણ કેમ્પ યોજાયો

૧૫-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ

અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા માંડવી તાલુકાના નાની ખાખર અને બિદડા ગામમાં આંખ અને સ્ત્રી રોગના નિદાન કેમ્પ યોજાયો હતો

આ કેમ્પમાં ૨૦૦.જેટલા દર્દીઓ લાભ લીધો.અને આયુષ્ય માન કાર્ડ ૭૦.જેટલા લાભાર્થીઓ લાભ લીધું હતું.

માંડવી કચ્છ :- કચ્છ અદાણી કોપર લિમીટેડ અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા તથા તાલુકા હેલ્થ ઓફિસ માંડવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલવાણા સંયુક્ત ઉપક્રમે તથા નાની ખાખર અને બિદડા ગ્રામ પંચાયત નાં સહયોગ થી આંખ રોગ અને સ્ત્રી રોગના નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે આયુષ્ય માન કાર્ડ માટે નુ પણ કેમ્પ સાથે રાખવામાં આવ્યું હતું અને આજ ના કેમ્પમાં બંને ગામોમાં માં ૨૦૦.થી વધારે દર્દીઓ સારવાર લીધી હતી અને ૭૦.જેટલા લાભાર્થીઓ એ આયુષ્માન ભારત ના કાર્ડ બનાવવા આવ્યા હતા.આ મેડિકલ કેમ્પમાં અદાણી ફાઉન્ડેશન ના(ગુજરાત)સીએસઆર હેડ પંક્તિબેન શાહ તથા માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.પાસવન સાહેબ નાં માર્ગદર્શન હેઠળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ ને સફળ બનાવવા માટે તલવાણા પીએચસી સેન્ટર ના મેડિકલ ઓફિસર ડૉ.અમીષીબેન સંઘવી સાહેબ, સુપરવાઈઝર અશ્ર્વિનભાઈ ગઢવી, તથા માંડવી તાલુકા હેલ્થ સેન્ટર ના ડૉક્ટર ટીમ સાથે પીએચસી સેન્ટર નુ સ્ટાફ અને આશા વર્કર બહેનો અને અદાણી ફાઉન્ડેશન ના મનહરભાઈ ચાવડા, અશોકભાઈ સોધમ,જયરાજભાઈ સોધમ,પારસ મહેતા,એ ભારે જહેમત ઉઠાવી હતી.નાની ખાખર ગ્રામ પંચાયત તથા બિદડા ગ્રામ પંચાયત નાં સરપંચ જયાબેન પ્રવિણભાઇ છાભૈયા, બિદડા ગામના પૂર્વ સરપંચ રાજેશભાઈ સંઘાર, વગેરે આગેવાનો સાથે રહીને પુરેપુરો સહયોગ આપ્યું હતું.સાથે આ મેડિકલ ચેકઅપ અને આયુષ્માન કાર્ડ માટે નું કેમ્પ નું આયોજન સફળ રહ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!