BANASKANTHAGUJARATPALANPUR
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ પાલનપુરનાં NSS વિભાગ અંતર્ગત નિબંધ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું.

7 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એસ.એ પટેલ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ – 2025 ની ઉજવણી કરવામાં આવી જેમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જેનું સમગ્ર સંચાલન ડો. મનિષાબેન પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. હિરલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું.





