VALSADVALSAD CITY / TALUKO

વલસાડના છીપવાડથી ૨૪ વર્ષીય યુવતી ‘સરને મળવા જાઉં છુ’ કહી ગુમ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ સપ્ટેમ્બર

વલસાડ શહેરના છીપવાડ ખાતે અમૃત શેરીમાં રહેતા ૫૧ વર્ષીય વિજયભાઈ ભાણાભાઈ પટેલની ૨૪ વર્ષીય પુત્રી જીનીશા પટેલ તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સાંજે ૪-૩૦ કલાકે ઘરેથી ‘ટ્યુશન સરને મળવા જાઉં છુ’ એમ કહી નીકળી હતી. જે આજદિન સુધી પરત ન ફરતા પિતા વિજયભાઈએ વલસાડ સિટી પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર જીનીશા મધ્યમ બાંધો, ઘઉં વર્ણ અને ૪ ફૂટ ૮ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેણીએ સફેદ કલરનું ટોપ અને બ્લેક કલરનું જીન્સ પેન્ટ અને સેન્ડલ પહેરી હતી. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા બોલી તથા સમજી શકે છે. જે કોઈને પણ તેની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકના ફોન નં. ૦૨૬૩૨-૨૪૪૨૩૩ પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!