SURATSURAT CITY / TALUKO

સુરત ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી પલસાણામાં બે ગાડીઓ સળગાવનાર 4 આરોપીઓ ઝડપાયા

પલસાણા: પલસાણા વિસ્તારમાં મેઘાપ્લાઝા પાસે પાર્ક કરેલી બે મોંઘી ફોર-વ્હીલર ગાડીઓ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડનાર અસામાજિક તત્વોને પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

*શું હતી ઘટના?*
તારીખ ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ વહેલી સવારે રામેશ્વર રેસીડન્સી સામે પાર્ક કરેલી ‘બ્રીઝા’ અને ‘સ્વીફટ’ કારને કોઈ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી હતી. જેમાં અંદાજે રૂ. ૭.૫૦ લાખનું નુકસાન થયું હતું.

સુરત રેન્જ આઈજી અને એસપીના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પલસાણા ચાર રસ્તા પાસેથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

*પકડાયેલ આરોપીઓની*
૧. ચંદન રામુચીતપ્રસાદ યાદવ
૨. અવનીશ રામબિહારી યાદવ
૩. રાહુલ રામુચીતપ્રસાદ યાદવ
૪. જિગ્નેશ ઉર્ફે લાલુ ધીરૂભાઈ પટેલ

*ગુનાહિત ઇતિહાસ:*
પકડાયેલા આરોપીઓ પૈકી ચંદન અને જિગ્નેશ અગાઉ પણ મારામારી, આર્મ્સ એક્ટ અને પ્રોહીબિશન જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.પીઆઈ બી.ડી. ઝીલરીયા અને તેમની આખી ટીમે સતર્કતા દાખવીને આરોપીઓને પકડી પાડતા વિસ્તારમાં પોલીસની કામગીરીના વખાણ થઈ રહ્યા છે.

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

Back to top button
error: Content is protected !!