SURATSURAT CITY / TALUKO
ભાજપના કોર્પોરેટરે આપઘાતનો પ્રયાસ કર્યો !!!
લિંબાયતનાં કોર્પોરેટર અમિત રાજપૂતે આપઘાતનો પ્રયાસ કર્યો અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું

સુરતમાં ભાજપનાં કોર્પોરેટર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૂર્વ શાસક પક્ષનાં નેતાએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. લિંબાયતના કોર્પોરેટરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, ખટોદરા પોલીસને આપેલા નિવેદનમાં ફૂડ પોઇઝનિંગ થયાનું જણાવ્યું છે. જ્યારે સૂત્રોનાં જણાવ્યા મુજબ, પૂર્વ શાસકપક્ષનાં નેતાએ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે સાચી હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, કોર્પોરેટરનાં આપઘાતના પ્રયાસની ઘટના એ ભારે ચકચાર મચાવી છે. ખટોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.




