SURATSURAT CITY / TALUKO

દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવીને વહેચનાર સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ

સુરતમાં પહેલીવાર પનીરના નમૂના ફેલ થવા બદલ કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણોમાં નિષ્ફળ થતાં, એસ.ઓ.જી. (SOG) પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ મામલે પોલીસે 754 કિલો જેટલું નકલી પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ-અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું.

સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જોકે, અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલ ગુનાની ગંધ આવી જતાં પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા અને નકલી પનીરને અસલી કહીને વેચી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ સંચાલકો સુરત શહેરમાં દરરોજ આશરે એક હજાર કિલો નકલી પનીરનું વેચાણ કરતા હતા, જે સીધેસીધું લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હતું. આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસની તપાસમાં નકલી પનીર બનાવવાની ચોંકાવનારી પદ્ધતિ સામે આવી છે. જેમાં સૌથી પહેલાં મોટા તપેલામાં ઓછું દૂધ, વનસ્પતિ ઘી, પામોલીન તેલ, અને મિલ્ક પાવડર ભેળવવામાં આવતા. ત્યારબાદ તમામ ઘટકોને મિશ્ર કરવાથી જરુરી ફેટ ઉત્પન્ન થતી. આ મિશ્રણને પ્લાન્ટમાં 90 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ગરમ કરાતું. ગરમ કર્યા બાદ તેને 65 થી 70 ડિગ્રી સેલ્સિયસના તાપમાને ઠંડુ કરાતું. તેમાં ગ્લેશિયલ એસેટિક એસિડ ઉમેરવામાં આવતું, જેનાથી મિશ્રણ થયેલું દૂધ ફાટી જતું. ઓછા સમયમાં અને ઓછા ખર્ચે, આ રીતે ભેળસેળવાળું નકલી પનીર તૈયાર થતું.

અસલી અને નકલી પનીર વચ્ચેનો તફાવત

લક્ષણ અસલી પનીર નકલી/ભેળસેળવાળું પનીર
રચના (Texture) નરમ અને સ્પંજી હોય છે. દબાવતા સખત કે રબર જેવું લાગે છે.
સ્વાદ/ગંધ માત્ર દૂધનો જ સ્વાદ અને ગંધ હોય છે. દૂધ સિવાય અન્ય કોઈ સ્વાદ કે ગંધ અનુભવાય છે.
ખેંચાવું રબરની જેમ ખેંચાતું નથી, નરમ અને કોમળ રહે છે. રબરની જેમ ખેંચાય છે અથવા તૂટી જાય છે.

 

Back to top button
error: Content is protected !!