
પ્રાથમિક શાળા કોબા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ખાતે શાળા પ્રવેશોત્સવની અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી .તાલુકા પંચાયત ના મામલતદાર એચ બી ચોપડા સાહેબ અને સંકેતભાઈ કાર્યપાલક ઇજનેર ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી, આજનો આપણો ઉત્સવ ખૂબ જ યાદગાર રહેશે એટલા માટે કે દાતાશ્રીઓ દ્વારા ખૂબ જ દાન કરવામાં આવ્યું છે. ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા શાળાના બાળકોને 500 જેટલી નોટબુક અર્પણ કરવામાં આવી,શાળાના રીટાયર્ડ શિક્ષક પરસોતમભાઈ પટેલ દ્વારા 2000₹ અને ભાડુંત ગામના વતની એડવોકેટ સમીર પટેલ દ્વારા તમામ બાળકોને જમવા માટે ડીશ અને વાડકી, મોરથાણ ગામના વતની પ્રતિકભાઇ દેસાઈ તરફથી શાળામાં કોમ્પ્યુટર અને પ્રિન્ટર, શાળાના આચાર્ય અને સ્ટાફ તરફથી તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યા ,બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે દાતાઓએ ખુલ્લા હાથે દાન કર્યું છે અને બાળકોને ઉપયોગી થઈ શકે એ રીતના પ્રયત્નો કરવામાં આવ્યા છે, દરેક બાળકો ભણીને ખૂબ આગળ વધે ગામનું નામ રોશન કરે એવા હેતુથી શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા સૌ દાતા શ્રી ઓનો આભાર માન્યો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહન રૂપે દેવેન્દ્રભાઈ દ્વારા કંપાસ બોક્સ અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી, સાથે બિરલા સેલ્યુલોઝ કંપની તરફથી ઉપસ્થિત મિત્રો અને બિરલા સેલ્યુલોઝ કંપની નિમિતાબેન તરફથી બાળકોને શૈક્ષણિક કીટ અને દફતર, નોટબુક જેવી અનેક વસ્તુઓ શાળાના બાળકોને અર્પણ કરવામાં આવી છે, એટલે આજનો પ્રવેશ ઉત્સવ બાળકો માટે અને ગ્રામજનો માટે એક ખૂબ સુંદર ઉત્સવ ગણવામાં આવ્યો, અંતમાં ગામના સરપંચ શ્રી દિલીપભાઈ સૌ દાતા શ્રી આભાર માન્યો ,અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.




