SURATSURAT CITY / TALUKO

આમ આદમી પાર્ટીએ ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે સુરત ખાતે ‘ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો’ કાર્યક્રમનું આયોજન કર્યું.

ગુજરાતમાં વધતા ડ્રગ્સના દુષણને ખતમ કરવા માટે અને ગુજરાતને તથા આપણા પરિવારોને બચાવવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાકેશ હિરપરાની આગેવાનીમાં ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો કાર્યક્રમનું આયોજન થયું.

આજે ગુજરાતમાં હજારો બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને જે લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે તે મોટાભાગે ભાજપના લોકો છે: ગોપાલ ઇટાલીયા

બુટલેગરોને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે “દારૂ તો બેફામ વેચાશે જેને જે કરવું હોય એ કરી લો.”: ગોપાલ ઇટાલીયા

આજે સુરતમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા અને ગુજરાત પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં વધતા ડ્રગ્સના દુષણને ખતમ કરવા માટે અને ગુજરાતને તથા આપણા પરિવારોને બચાવવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ઇટાલીયા અને રાકેશભાઈ હિરપરાની સાથે સાથે પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડીયા, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંતભાઈ વાઘાણી, કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા જે.ડી. કથીરિયા, સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરીયા, કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપક્ષના દંડક રચનાબેન હિરપરા સહિત સામાજિક આગેવાન કાનજીભાઈ ભાલાળા અને હરિભાઈ કથીરિયા હાજર રહ્યા હતા. આ સિવાય સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર સાથી જીતેન્દ્રભાઈ કાછડીયા, વિપુલભાઈ સુહાગીયા, મહેશભાઈ અણઘણ, ડૉ. કિશોરભાઈ રૂપારેલિયા, શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠીયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, દિપ્તીબેન સાકરીયા પણ હાજર રહ્યા હતા. સાથે સાથે સુરત શહેરના અનેક જાગૃત લોકો ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં ગુજરાતને અને પોતાના પરિવારને બચાવવા માટે આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઈ કથીરિયાએ પોતાના તમામ સભ્યો વતી આમ આદમી પાર્ટીની ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો મુહીમને સમર્થન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા ઝેરી દારૂ, નકલી દારૂ સામે લડાઈ લડી રહી છે. હજારો પરિવારો દારૂના દુષણમાં બરબાદ થઈ ગયા. હજુ દારૂના દૂષણમાંથી ગુજરાત બહાર આવ્યું નથી પરંતુ હવે વાત ડ્રગ્સ સુધી પહોંચી ગઈ છે. આપણને આશા હતી કે ભાજપ દારૂના સામ્રાજ્યને ખતમ કરશે પરંતુ બુટલેગરોને ભાજપે પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે “દારૂ તો બેફામ વેચાશે જેને જે કરવું હોય એ કરી લો.” હવે ભાજપના લોકોએ ડ્રગ્સના દૂષણની શરૂઆત ગુજરાતમાં કરી છે. આજે ગુજરાતમાં હજારો બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. અને જે લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે તે મોટાભાગે ભાજપના લોકો છે. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ વર્ષે ગુજરાતમાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર ગુજરાત પર એક ગંભીર ખતરો આવીને ઉભો છે. માટે આપણે બધાએ સાથે મળીને, આવનારી પેઢીને બચાવવા માટે અને ડ્રગ્સના વેપારને ખતમ કરવા માટે આગળ આવવું પડશે. હું ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આમ આદમી પાર્ટીના આ ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આંદોલનમાં જોડાય. કારણ કે આ ડ્રગ્સની લડાઈમાં સમગ્ર ગુજરાતે એક થવું પડશે અને ગુજરાત જેટલું જલ્દી ડ્રગ્સના વેપારને અને ડ્રગ્સનો વેપાર કરી રહેલા લોકોને રોકશે તો જ આપણે આપણા પરિવારોને બચાવી શકીશું.

ત્યારબાદ કોર્પોરેટર મહેશભાઈ અણગણે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું આજથી ચાર વર્ષ પહેલાંની એક વાત કરીશ. એક ભાઈએ જણાવ્યું હતું કે એ સમયના ભાજપના એક ટોચના નેતાએ એમણે જણાવ્યું હતું કે રોજનો પાંચ કરોડનો દારૂનો હપ્તો દ્વારા પહોંચી રહ્યો છે. અને ચાર વર્ષ પહેલા જ્યારે આ વાત થઈ હતી તે સમયે ગુજરાતમાં ડ્રગ્સનું કોઈ ચલણ ન હતું. તો હવે તમે આજે વિચારો કે ચાર વર્ષ પછી જ્યારે ડ્રગ્સનો ચલણ ખૂબ જ વધી ગયું છે તો હવે કેટલો મોટો હપ્તો ભાજપના નેતાઓ પાસે પહોંચતો હશે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. હું સરકારના મહત્વપૂર્ણ વિભાગોને પણ આજે અપીલ કરું છું કે આજે ગુજરાતનું જે યુવાધન ડ્રગ્સના રવાડે બરબાદ થઈ રહ્યું છે તે યુવા તમને બચાવવા માટે કામ કરો અને ઈમાનદારી પૂર્વક ગુજરાતને ડ્રગ્સથી બચાવો.

ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરીયા, વિપક્ષના દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા સહિત અનેક મહિલા આગેવાનોએ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત પુરુષો અને પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ત્યારબાદ પાયલબેન સાકરીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે અને આજે અમે રક્ષાબંધન મનાવવા માટે સ્પેશિયલ રાખડી બનાવી હતી. રાખડીમાં પણ અમે ડ્રગ વિરુદ્ધ આંદોલનની વાત ઉચ્ચારી છે. અમે રાખડીમાં લખ્યું છે કે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો. આજે આમ આદમી પાર્ટીના નેજા હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે પરંતુ હવે જરૂરી છે કે આ કાર્યક્રમને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવે. જો આ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં આપણે સૌ એક સાથે મળીને આગળ વધીશું અને લડીશું તો કોઈની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને કોઈ હરાવી શકે કે આ આંદોલનને કોઈ રોકી શકે. આજે અમે આ તમામ ભાઈઓને રાખડી બાંધીને અમે સૌ બહેનોએ ભગવાનને પ્રાર્થના કરી કે અમારા તમામ ભાઈઓને એટલું બળ આપજો કે ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, તો એ તમામની સામે મજબૂત થઈને અમારા ભાઈઓ ઉભા રહે અને ભાજપનાઆ અત્યાચાર વિરુદ્ધ લડે અને ગુજરાતને દારૂ અને ટ્રક્સના સિકંજામાંથી બહાર નીકાળે.

Back to top button
error: Content is protected !!