BHARUCH

જંબુસર તાલુકાના કીમોજ ગામના ખેડૂતની દીકરી બની પાયલોટ

સંત વિધાનંદજી મહારાજ દ્વારા પણ ઉર્વશીને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું • અથાગ પરિશ્રમના કારણે પિતાએ આખરે ઉર્વશીને પાયલોટ બનાવી ઉર્વશીને શિક્ષણ માટે લોન લેવામાં તકલીફ પડી હતી
પાયલોટના કપડા પહેરી ગામના કાચા મકાન પાસે ઊભેલી આ દીકરીને જુઓ, આ દીકરીનું નામ છે ઉર્વશી દુબે જે રાત્રે બહાર સૂઈને આકાશમાં વિમાન જોઇને એની માતાને કેહતી કે મમ્મી હું પણ એક ક્વિસ વિમાન ઉડાવીશ અને એજ ઉર્વશી આજે પાયલોટ બની છે. વાત એમ છેકે જંબુસરના છેવાડાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશીનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઈ ભણી રહી હતી. ત્યારે કોઇને એમ ના લાગ્યું હતું કે આ દીકરી પાયલોટ બની જશે.
અથાગ પરિશ્રમના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી ગામની ગુજરાતી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી ઉર્વશીએ નક્કી કર્યું કે તે પાયલોટ બનશે અને પાયલટ માટે શું જરૂરી છે એ સમજી અભ્યાસમાં આગળ ભણી હતી. પાયલોટ બનવા પાછળ ઘણોજ શિક્ષણ ખર્ચ આવે છે એ જાણીને પણ એમના પિતા અને કાકા પપ્પુ દુબેએ નક્કી કર્યું કે તેઓ દીકરીની ઇચ્છા પૂર્ણ કરશે. શરૂઆતમાં ઉર્વશીના કાકા પપ્પુ દુબેએ દીકરીનો ખર્ચ ઉઠાવ્યો પરંતુ અકાળે કોરોનામાં એમનું મૃત્યુ થતાં ઉર્વશીના અભ્યાસમાં મુશ્કેલી ઊભી થઈ ઉર્વશી અને એમના પિતાએ બેન્કોમાં પણ લોન માટે આંટા-ફેરા માર્યા પણ એમના પિતાની દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે. સંત વિધાનંદજી મહારાજ દ્વારા પણ ઉર્વશીને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું ઉર્વશીને પાયલોટ બનવા માટે સંતો પણ મેદાનમાં હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંત વિધાનંદજી મહારાજ દ્વારા પણ ઉર્વશીને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું અને આત્મવિશ્વાસ અડદ કરવા માટે એમણે પણ પૂરતા પ્રયાસો કર્યા હતો. ઉર્વશીના પાયલોટ બનવાથી ગુજરાતીની ઉક્તિ સાર્થક સાબિત થઈ કે મન હોય તો માળવે જવાય અને આત્મવિશ્વાસની સાથે પરિવારનો વિશ્વાસ એક દીકરીની પ્રગતિ માટે કેટલો જરૂરી છે એ આ વાત પરથી સાબિત થાય છે.
ઉર્વશીને શિક્ષણ માટે લોન લેવામાં તકલીફ પડી હજી પણ એવી ઘણી ઉર્વશી છે જે પાયલોટ બનવા માંગે છે પરંતુ મોંઘુદાટ શિક્ષણ હજી પણ રસ્તા ઉપર પથ્થર બનીને ઉભુ છે. એવામાં સરકારની અલગ અલગ યોજનાઓ આવી દીકરીઓને આગળ વધવામાં ખાસી મદદરૂપ થઈ શકે છે. ઉર્વશીને શિક્ષણ માટે લોન લેવામાં જે તકલીફ પડી એના પરથી એ સાબિત થયું કે શિક્ષણ આજે પણ મોંઘુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!