આણંદ – ટેકાના ભાવે ડાંગર વેચવા માટે 856 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું

આણંદ – ટેકાના ભાવે ડાંગર વેચવા માટે 856 ખેડૂતે રજિસ્ટ્રેશન કરાવ્યું
તાહિર મેમણ – આણંદ – 09/11/2024 – આણંદ – જિલ્લામાં આ વર્ષ 856 ખેડુતોએ ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા રસ દાખવ્યો છે અને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે બાજરી વેચવા માટે 458 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.જયારે રાગી અનુ જુવારના વેચાણ માટે હજુ સુધી એક પણ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. આણંદ જિલ્લા સરકારી ગોડાઉનના સુત્રોના જણાવ્યા મુજબ આગામી લાંભ પાંચમથી જિલ્લાના 8 તાલુકા પર આવેલા સરકારી ગોડાઉનમાં ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. આણંદ જિલ્લા સરકારી ગોડાઉનમાં ગતવર્ષ 3831 ખેડૂતોએ ટેકા ભાવે ડાંગર વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. છે. જેને લઈને આ વખતે સરકારી ગોડાઉનમાં ગતવર્ષ કરતાં વધુ ડાંગરનો જથ્થો આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ વર્ષ સરકારે ટેકાના ભાવ ડાંગરના પ્રતિ કિવન્ટલ રૂા.2300, મકાઈ માટે રૂા.2250, બાજરી માટે રૂા. 2600 ભાવ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.





