સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે.
વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસ મળ્યું છે તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે.

ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે. રાજ્યનો દરિયાકિનારો ડ્રગ્સ-ચરસ ઝડપવાનું એપી સેન્ટર બન્યું હોય તેમ અવાર-નવાર ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસ મળ્યું છે તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે. વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે. જે દરિયા કિનારેથી મળેલા ચરસની કિંમત 5 કરોડ 87 લાખ આંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી 10 પેકેટ ચરસના મળ્યા હતા. જેના પગલે જિલ્લાના 70 કિમીના દરિયા કિનારે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસના 21 પેકેટ મળી આવ્યા છે. જે દરિયા કિનારેથી મળેલા ચરસની કિંમત 5 કરોડ 87 લાખ આંકવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ઉદવાડાના દરિયા કિનારેથી 10 પેકેટ ચરસના મળ્યા હતા. જેના પગલે જિલ્લાના 70 કિમીના દરિયા કિનારે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યુ છે.
તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી ફરી એકવાર ચરસનો જથ્થો ઝડપાયો છે. સુરત SOGએ હજીરા દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ જપ્ત કર્યું છે. જપ્ત કરેલું ચરસ અફઘાની ચરસ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. જે અઢીથી ત્રણ કિલો અફઘાની ચરસના જથ્થાને લઇ વધુ તપાસ શરુ કરાઈ છે. જે મામલે સુરત પોલીસ કમિશનરથી લઇને ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે.





