વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાની ગ્રામસભાઓમાં અધિકારીઓ મનસ્વી રીતે વહીવટ કરતા હોવાના આક્ષેપ સાથે ડાંગ કૉંગ્રેસ સમિતિએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યુ..
ડાંગ જિલ્લામાં ગ્રામસભાનું આયોજન તો કરવામાં આવે છે.પરંતુ અધિકારીઓ ગ્રામસભામાં લોકો દ્વારા લેવામાં આવેલ ઠરાવો ને નેવે મૂકી પોતાની મન મરજી મુજબ મનસ્વી રીતે વહીવટ કરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ.સરકાર દ્વારા ગામની જરૂરીયાતો,ગામની સગવડો, ગામના નિર્ણયો તેમજ ગામનો વહીવટ ગામ લોકો ની સંમતિથી થાય તે માટે સમયાંતરે ગ્રામસભાઓનું આયોજન કરી, ગ્રામસભામાં ઠરાવો કરવામાં આવે છે.અને ગામ લોકોએ ગ્રામસભામાં કરેલ ઠરાવોના આધારે વહીવટ કરવાનો થાય છે.પરંતુ હકિક્તમાં ડાંગ જિલ્લામાં આનાથી વિપરીત પરિસ્થિતિ છે. અને અધિકારીઓ ગ્રામસભામાં લોકો ધ્વારા લેવામાં આવેલ ઠરાવો નેવે મુકી પોતાની મન મરજી મુજબ મનસ્વી રીતે વહીવટ કરી રહયા છે.તેમજ વન વિભાગ મારફત ગૌણ વન પેદાશ, વન અધિકાર ધારો 2006 તેમજ વન અધિકાર નિયમો 2008 તેમજ વન અધિનિયમ સુધારો 2012 અન્વયે વાંસના લીલા સુકા ટુકડા તથા લાંબા વાંસ કાપવા તથા તેનો નિકાલ કરવાની પરવાનગી આપવામાં આવે છે.જે અંતર્ગત આપવાની થતી પરવાનગી ગ્રામ સભામાં ઠરાવવામાં આવેલ વન અધિકાર સમિતિને મળે છે.જેથી ગામના લોકોને રોજગારી મળે અને મજુરી થકી આર્થિક ઉપાર્જન મેળવી જીવન નિર્વાહ કરી શકે પરંતુ ડાંગ જિલ્લાના નાયબ વન સંરક્ષક, ઉત્તર ડાંગ વન વિભાગે ગ્રામસભામાં નક્કી કરેલ ઠરાવ મુજબની વન અધિકાર સમિતિને ઉક્ત પરવાનગી આપેલ નથી,સરવર ગામની વન અધિકાર સમિતિ ગ્રામસભામાં ઠરાવ કર્યા વગરની કે જેના ઉપર સરપંચ કે તલાટી કમ મંત્રીની સહી નથી તેવા બોગસ ઠરાવો રજુ કરેલ નક્લી વન અધિકાર સમિતિને વાંસ કાપવાની પરવાનગી આપેલ છે. તેમજ નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ વન વિભાગે થોડા ગામની ગ્રામ સભામાં નક્કી કરેલ ઠરાવ મુજબની વન અધિકાર સમિતિને ઉક્ત પરવાનગી આપેલ નથી પરંતુ આવા કોઇ પણ ગ્રામ સભામાં ઠરાવ કર્યા વગરના વ્યક્તિઓને બોગસ નકલી વન અધિકાર સમિતિને પરવાનગી આપી મનસ્વી વહીવટ કરી. મળતીયાઓને ગેર કાયદેસર રીતે વાંસ કાપવાની પરવાનગી આપી ગેર વહીવટ કરેલ છે.આ વન અધિકાર સમિતિઓએ કાપેલ વાંસનું વૈચાણ સબંધી નિયંત્રણ નથી,ચોકક્સ વેપારી પેઢી જે ભાજપના ટોચના નેતાના સગા સબંધી સાથે સંકળાયેલ છે જે પેઢીને સસ્તા ભાવે વાંસ પુરા પાડવા માટે અધિકારીઓ આવી નકલી સમિતિઓને પરવાનગી આપે છે. જે સને 2019 થી આપવામાં આવેલ તમામ પરવાનગીઓની તપાસ કરી વેચાણ કરવામાં આવેલ વાંસના ભાવનું પણ પુન: મુલ્યાંકન કરી કરવામાં આવેલ ભય વગરનો ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે તેમજ ગ્રામસભાના ઠરાવનું અનાદર કરેલ છે જે નામદાર સુપ્રિમ કોર્ટના જજમેન્ટ નો અનાદર કરી ગામ લોકો તેમજ સરકારનાં કાયદાનું પણ અપમાન કરનારા અધિકારીઓ પર કાર્યવાહી કરવાની તેમજ જેતે ગ્રામસભામાં ઠરાવેલ વન અધિકાર સમિતિઓ નેજ વાંસ કાપવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.તા.18/04/2013નાં નામ.સુપ્રિમ કોર્ટના વૈદાન્તા જજમેન્ટ મુજબના લોકસભાના વિધાનસભા સૌથી ઉંચી ગ્રામસભા મુજબ અનુસુચી- 5 હેઠળના આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભાના ઠરાવો મુજબ કોઈ પણ કામગીરી, કરવાની હોય છે.પરંતુ ડાંગ જિલ્લાના ઉત્તર અને દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકોએ નામ.સુપ્રિમ કોર્ટના હુકમનો અનાદર કરેલ છે. તેમજ વન વિભાગ ના કર્મચારીઓ ધ્વારા નવા પ્લાનટેશન કરવા માટે જુના વૃક્ષો કોઇપણ જાતની પરવાનગી વગર કાપી નાખવામાં આવે છે.અને આદિવાસીઓ ઉપર ખોટા કેસો કરવામાં આવે છે.આવા અનેક આક્ષેપો સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.અને જવાબદાર કર્મચારીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવે તથા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી..