Rajkot: રાજકોટમાં ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે માલવિયા કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે
તા.૨૪/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઇ.સ. ૧૯૭૫માં અમલી થયેલી કટોકટીના ૫૦ વર્ષ તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ પૂર્ણ થવાના સંદર્ભે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુસર ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને પી. ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સ ખાતે ‘વક્તવ્ય’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ્હસ્તે કરાશે.
આ તકે સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. દર્શિતાબેન શાહ, કમિશ્નરશ્રી તુષારભાઈ સુમેરા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષભાઈ દિહોરા, અગ્રણીઓ શ્રી ડો. માધવભાઈ દવે, શ્રી ડો. ભરતભાઈ બોધરા, શ્રી બિનાબેન આચાર્ય, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી અશ્વિનભાઈ મોલીયા, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડીયા, શ્રી લાભુભાઈ ખીમાણિયા, ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ હેરભા ઉપસ્થિત રહેશે.