SURATSURAT CITY / TALUKO
પલસાણા પોલીસની સરાહનીય કામગીરી

પલસાણા પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન!
સુરત: બગુમરા ગામના સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટથી ગુમ થયેલા બે માસુમ બાળકોને પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢ્યા છે.
પરિવારમાં સામાન્ય ઝઘડા બાદ બે બાળકો ઘરેથી નીકળી ગયા હતા. ગભરાયેલા પરિવારે પલસાણા પોલીસનો સંપર્ક કરતા, પી.આઈ. બી.ડી. ઝીલરિયા અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સીસીટીવી અને પોલીસ સ્ટાફની સતર્કતાથી બંને બાળકો હેમખેમ મળી આવ્યા હતા.
પોલીસની આ સંવેદનશીલ અને ત્વરિત કાર્યવાહીથી પરિવારના આંસુ ખુશીમાં ફેરવાઈ ગયા હતા.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત




