SURATSURAT CITY / TALUKO

ભાગ્યોદયની વિધિના નામે ભુવાએ પોતાના સંબંધીની પત્ની સાથે જ વિધિના નામે દુષ્કર્મ કર્યું

સુરતમાં ભાગ્યોદયની વિધિના નામે ભુવાએ પોતાની કાળી મનસૂબા પૂરી કરી છે. વિગતો મુજબ એક ભૂવાએ પોતાના સંબંધીની પત્ની સાથે જ વિધિના નામે દુષ્કર્મ અચ્યુ છે. આ તરફ પત્નીએ સમગ્ર ઘટનાની જાણ પોતાના પતિને કરતાં હડકંપ મચી ગયો હતો. ઘટનાને લઈ રોષે ભરાયેલ ટોળાંએ ભૂવાનું મુંડન કરી દીધું છે. આ તરફ સરથાણા પોલીસ આરોપી ભૂવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હવે ધીરે-ધીરે ચોરી, લૂંટ, છેડતી, દુષ્કર્મ અને હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ હવે સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. દુનિયામાં ટેક્નોલોજીનો દિવસેને દિવસે વિકાસ થઇ રહ્યો છે પણ આપણે ત્યાં અંધશ્રદ્ધામાં માનતા લોકોનું પ્રમાણ નથી ઘટી રહ્યુ. જેને કારણે કહેવાતા ભુવાઓને વિધિના નામે અનેક પ્રકારના ગુના કરવાની તક મળી જાય છે. સુરતના સરથાણામાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં ભાગ્યોદય વિધિના નામે ભુવાએ એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યુ છે. જોકે આ વાત સામે આવ્યા બાદ લોકોમાં ભૂવા પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલાને ભૂવા પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. વિગતો મુજબ ભરત કુંજડીયા નામના ભુવાએ પરિણીતાને ભાગ્યોદય વિધિના નામે ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ પરિણીત મહિલાએ આ વાત પોતાના પતિને કરતાં આ હવસખોર ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો. આ તરફ સામે આવ્યું છે કે, ભૂવાએ પોતાના જ સંબંધીની પત્ની સાથે દુષ્કર્મ આચર્યુ છે. સમગ્ર મામલે ભરત કુંજડીયા નામના આ ભુવા સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ભુવાને પકડી પાડ્યો છે. જોકે ભુવાની કરતૂતથી રોષે ભરાયેલા ટોળાએ ભુવાનું મુંડન કર્યુ હતું અને તેના મોઢામાં ચપ્પલ મૂકીને તેને પાઠ ભણાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!