
સદભાવના કેન્દ્રના પ્રતિનિધિએ જણાવ્યું કે, “દીકરીઓના ચહેરા પર ખુશી જોઈને મનને અનંત આનંદ અને સંતોષ અનુભવાયો
આજથી શરૂ થયેલા પવિત્ર જયા પાર્વતી વ્રતના નિમિત્તે, સાણંદ શહેરની શેઠ સી.કે.હાઈસ્કૂલ તથા સાણંદ કન્યા શાળાની દીકરીઓને ખાસ સેવા કાર્યક્રમ અંતર્ગત ફળો અને નાસ્તા વિતરણ કરવામાં આવ્યા.કાર્યક્રમ અંતર્ગત,સદભાવના કેન્દ્ર દ્વારા પોતે તૈયાર કરાવેલ બટાકાની વેફર એક દીકરીને 200 ગ્રામ જેટલા વિતરણ કરવામાં આવ્યા હતા. કુલ 30 કિલો વેફરનું વિતરણ આજે કરવામાં આવ્યું. આવતીકાલે દરેક દીકરીઓને કુલ 60 કિલો ડ્રાયફ્રૂટ આપવામાં આવશે, જ્યારે પરમદિવસે પણ ફળો તથા કેળાની વેફર તેટલાંજ વજનમાં વિતરણ કરાશે.આ પ્રસંગે સદભાવના કેન્દ્રના પ્રતિનિધિએ જણાવ્યું કે, “દીકરીઓના ચહેરા પર ખુશી જોઈને મનને અનંત આનંદ અને સંતોષ અનુભવાયો. ભવિષ્યમાં પણ આવાં સેવા કાર્યો સતત કરવામાં આવશે.”સદભાવના કેન્દ્ર છેલ્લા દસ વર્ષથી સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને લોકકલ્યાણ માટે નિરંતર પ્રયાસરત છે.આ સેવાકાર્યને લઈ કેન્દ્ર તરફથી સર્વેને અપીલ કરવામાં આવી છે કે, “આ અદભૂત આનંદ અને રાજીપાના સહભાગી બનશો. ભગવાન ભોળાનાથ, દ્વારકાધીશ તથા માતા શ્રી અમ્બે તમામને સુખી અને સમૃદ્ધ જીવન પ્રદાન કરે.”
રિપોર્ટર : ગુલાબ બૌધ્ધ, સાણંદ







