SURATSURAT CITY / TALUKO

દિવ્યાંગો/ વિકલાંગો માટે વિનામુલ્યે ITI ના ડી.ટી.પી. (કોમ્પ્યુટર) કોર્ષ માં પ્રવેશ

ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાઆઇ.ટી.આઇ. ફોર ડિસેબલ્ડ (જી.આઇ.એ.-૮૨૫રોજગાર અને તાલીમ વિભાગગુજરાત સરકારગાંધીનગર માન્ય)શ્રી સાઈ સમર્થ રેસિડન્સી ની બાજુમાં શારદયતાન સ્કૂલ ની પાછળ લેકવ્યું ગાર્ડન સામે ઉમરા સુરત -૩૯૫૦૦૭.  http://www.disableindia.org   મોબાઈલ : ૦૯૯૯૮૯૬૩૧૪૨ ખાતે દિવ્યાંગો માટે વિનામુલ્યે ડી.ટી.પી. (કોમ્પ્યુટર) નો ટ્રેડ ચાલે છે. જેમાં દિવ્યાંગો / વિકલાંગોને વિનામુલ્યે તાલીમ અને તાલીમને લગતી તમામ સામગ્રી તેમજ રહેવા જમવા સાથેની સુવિધા સાથેની અધ્યતન હોસ્ટેલની પણ સુવિધા આપવામાં છે. હાલમાં https://itiadmission.gujarat.gov.in પર વિનામુલ્યે ઓનલાઇન એડ્મિશન ફોર્મ ભરવા માટે વિકલાંગોએ તાત્કાલિક ઉપરના સ્થળે સવારે ૧૦ થી બપોરે ૩ કલાક દરમિયાન તમામ જરૂરી ઓરિજનલ પ્રમાણ પત્રો (દિવ્યાંગનું સિવિલ સર્જન નું પ્રમાણપત્ર, શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.), ધો. 8 અથવા 9 અથવા 10 પાસ નું રીજલ્ટપરીક્ષા કેટલામાં પ્રયાસે પાસ કરી તેનું પ્રમાણપત્ર(10 પાસ માટે), જાતિનો દાખલો, આવકનો દાખલો (મામલતદાર/TDO), આધારકાર્ડ, બેન્ક પાસબૂક, પાસપોર્ટ સાઈજ નો ફોટો) અને તેની નકલ સાથે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તાલીમ બાદ આ તાલીમાર્થીઓને નોકરી તેમજ સ્વરોજગારી અપાવવામાં પણ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. તેમજ સંસ્થામાથી વિકલાંગોને વિનામુલ્યે ઓપરેશન કરીને ચાલતા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ વ્હીલચેરટ્રાયસિકલઘોડીકેલિપર્સવોકર જેવી સાધન સહાય વિનામુલ્યે આપવામાં આવે છે. તેમજ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને ભારત દેશમાં શૈક્ષણિક પ્રવાસ પણ વિનામુલ્યે લઈ જવામાં આવે છે.


Back to top button
error: Content is protected !!