PALSANASURAT

સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો, ₹૯૨.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

કલ્પેશ ધામેલીયા-સુરત જિલ્લા બ્યુરોચીફ

પલસાણા: સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે આપેલી સૂચનાના પગલે એલ.સી.બી. (LCB) ટીમે એક મોટી સફળતા મેળવી છે. પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પરથી એક કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી સુરત ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ. આર.બી. ભટોળના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને હેડ કોન્સ્ટેબલ જગદીશ આબાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દીપક અનિલભાઈ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ગોવા તરફથી એક કન્ટેનર (નંબર: HR-38-V-4474) વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પલસાણાના દસ્તાન ગામ પાસે એક્સપ્રેસ વે પર નાકાબંધી કરવામાં આવી હતી.રૂપિયા ૭૭ લાખથી વધુનો દારૂ ઝડપાયો પોલીસે શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તેની તલાશી લેતા, અંદરથી વિદેશી દારૂની કુલ ૫૧,૫૦૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹૭૭,૨૫,૬૦૦/- થાય છે. પોલીસે દારૂ, કન્ટેનર, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹૯૨,૪૦,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.ઝડપાયેલ આરોપી: સુનીલ છોગારામજી બિશ્નોઈ (રહે. જોધપુર, રાજસ્થાન).વોન્ટેડ આરોપીઓ: દારૂનો જથ્થો ભરાવનાર રમેશ ચૌધરી (રહે. સાંચોર), દારૂ મંગાવનાર અજાણ્યો ઇસમ (ગોધરા-મોડાસા હાઈવે) અને કન્ટેનર માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ, પેરોલ ફર્લો સ્ક્વોડના પી.આઈ. એમ.આર. શકોરીયા, એલ.જી. રાઠોડ, પી.એસ.આઈ. એચ.સી. મસાણી, જે.એલ. પટેલ, એ.એન. ચૌહાણ સહિત એ.એસ.આઈ. શૈલેષભાઇ અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો

 

Back to top button
error: Content is protected !!