ચોર્યાસી તાલુકા માં પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત મિલેટ વાનગી હરીફાઈ યોજવામાં આવી.

ICDS શાખા જિ.પં. સુરતના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે તા-૨૦/૦૯/૨૦૨૫ ના રોજ પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર અને મિલેટ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી. મિલેટ્સ એટલે બાજરી,જુવાર, જવ , નાગલી, રાજગરો જેવા જાડા ધાન જે અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પારંપરિક ખેત પેદાશો ને પ્રોત્સાહન આપવા માન.મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજ્યવ્યાપી “ પૌષ્ટિક વાનગી “ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવેલ જે અંતર્ગત આજ રોજ મિલેટ્સ “ શ્રી ધાન્ય “ તથા THR માથી વિવિધ વાનગીઓ બનાવવાની હરીફાઈ રાખવામાં આવી હતી.
જેમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા ટી.એચ.આર અને મિલેટ્સના ફાયદા, પોષણ મૂલ્યો, રોજિંદા આહારમા મિલેટ્સ ના ઉપયોગ વિષે વિસ્તૃત માહિતી આપી અને તાલુકા કક્ષાએ વાનગીઓમાં પોષણ મૂલ્યો, સજાવટ, સ્વાદ વગેરે ના આધારે સ્પર્ધામાં પ્રથમ,દૃતીય અને તૃતીય ઇનામો એનાયત કરી આંગણવાડી કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જેમાં તાલુકા પંચાયત ચોર્યાસી ના પ્રમુખ તૃપ્તિબેન પી. પટેલ તથા પદાધિકારીઓ, ચોર્યાસી તાલુકા ના સભ્યશ્રીઓ, સંકલિત બાળ વિકાસ યોજના ચોર્યાસી ના સી.ડી.પી.ઓશ્રી દિક્ષીતાબેન ડોડીયા તથા મેડિકલ ઓફિસર ચોર્યાસી ઘટક ના મુખ્ય સેવિકા બહેનો કાર્યકર બહેનો ની ઉપસ્થિતિમાં હરીફાઈ યોજવામાં આવી હતી.







