SURATSURAT CITY / TALUKO

કોબા ગામની નિત્યા પટેલે ગુજરાત સ્ટેટ યોગા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

કોબા ગામની નિત્યા પટેલે ગુજરાત સ્ટેટ યોગા ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવીને સમગ્ર ગામ અને સુરત જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. ખેડૂત પરિવારની પુત્રી નિત્યાએ સતત મહેનત અને સમર્પણથી ઉત્તમ પ્રદર્શન કર્યું.

સ્પર્ધામાં રાજ્યના અનેક પ્રતિભાશાળી સ્પર્ધકો સામેલ હતા, છતાં નિત્યાએ પોતાની કુશળતા અને આત્મવિશ્વાસ દ્વારા પ્રથમ સ્થાન હાંસલ કર્યું. ગામના લોકો, શાળા પરિવાર અને ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. નિત્યા પટેલે કહ્યું કે આ સફળતા પાછળ પરિવારનું પ્રોત્સાહન અને શિક્ષકોનું માર્ગદર્શન છે.

આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી કોબા ગામે રાજ્ય સ્તરે પોતાનું નામ રોશન કર્યું છે અને અન્ય યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે.
તેમના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!