
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પાલડી ગ્રામ પંચાયતમાં આવેલ વિદ્યામંગલ કડવા પાટીદાર નિવાસ શાળાને બાકી મિલકત વેરા મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં વેરો ન ભરતા પંચાયત હવે કાયદેસરની કાર્યવાહી કરવાની ચમકી આપી અને જો આગામી સમયમાં વેરો નહીં ભરાય તો વિદ્યામંગલ કડવા પાટીદાર શાળા સીલ પણ કરી દેવામાં આવશે નવી પારડી પંચાયત ના સરપંચ છનાભાઈ બાબુભાઈ રાઠોડ
મુખ્ય વિગત
મિલકત નંબર:-૪૮૩(૨/૨૧૫)
વેરો બાકી રકમ:-૩૨.૩૫.૪૩૦ (બત્રીસ લાખ પાત્રીસ હજાર ચારસો ત્રીસ પૂરા)
કાયદાકીય કલમ:- ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ-૨૧૫(૧)
વિદ્યામંદિર કડવા પાટીદાર નિવાસી શાળાને નવી પારડી ગ્રામ પંચાયત સરપંચ દ્વારા ૭ દિવસનું અલ્ટીમેડમ
નવી પારડી પંચાયત દ્વારા જાહેર કરેલી નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે અગાઉ અનેકવાર જાણ કરવા છતાં સંસ્થા દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી જે એક ગંભીર બાબતે છે આ નોટિસ મળ્યાના ૭ દિવસમાં જો સંપૂર્ણ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો મિલકત પર બોજો દાખલ કરાવવાની અને અને પંચાયત દ્વારા મિલકત જપ્ત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે
ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છતાં પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મૌન કે પછી આંખ આડા કાન
આ મામલાની ગંભીરતને જોતા નવી પારડી ગ્રામ પંચાયત દ્વારા આ નોટિસ ની નકલ નીચે મુજબ ના ઉચ્ચ અધિકારીઓને પણ રવાના કરવામાં આવેલ છે કારોબારી અધ્યક્ષ અને કલેકટર સુડા ભવન સુરત તાલુકા વિકાસ અધિકારી કામરેજ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી સુરત સ્થાનિક તંત્રના આ કડક વલણ ના પગલે અન્ય બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે હવે જોવાનું એ રહ્યું છે કે સંસ્થા નિર્ધારિત સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરશે કે પછી નવીપારડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી છનાભાઈ બાબુભાઈ રાઠોડ દ્વારા પ્રોપર્ટી સીલ કરવામાં આવશે કે પછી પ્રોપર્ટી ઉપર બોજો મુકવામાં આવશે.






