રાજુલા શહેરમાં બે જૂથો વચ્ચે પથ્યર મારની ઘટના 1 બાઇક સળગાવી દેવાયુ 5 લોકો ઇજાગ્રસ્ત થયા
યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં બે જૂથો વચ્ચે પથ્યર મારની ઘટના 1 બાઇક સળગાવી દેવાયુ 5 લોકો ઇજાગ્રસ્ત થયા
પોલીસ દ્વારા બંને જૂથની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી
અમરેલી જિલ્લામાં ધુળેટી તહેવાર સમયે મારા મારીની ઘટના સામે આવી છે રાજુલા શહેરમાં આવેલ વાવેરા રોડ ઉપર બે અલગ અલગ જ્ઞાતિના જૂથ વચ્ચે પથરમારાની ઘટના સામે આવી છે બંને જૂથો સામે સામે આવી પથ્યર મારો કર્યો હતો ઉપરાંત એક જૂથનું બાઇક સળગાવી દેવાયુ બાઇક ઉપર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો લગાવ્યો હતો જાહેર માર્ગ ઉપર બાઇક ઉપર આગ ચાંપી બાઇક સળગાવી દેવાયુ છે હાલ આ મારમારીની ઘટનામાં 5 લોકો કુલ ઇજાગ્રસ્ત થયા છે હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવાયો
ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એ.એસ.પી.વલય વૈદ્ય રાજુલા પોલીસ ઘટના સ્થળે પોહચી સ્થિતિ પર કંટ્રોલ મેળવ્યો ઉપરાંત બંને જૂથોની સામે સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.