MORBIMORBI CITY / TALUKO

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયતના હોલમાં “ગ્રામ સભા”આયોજન કરવામાં આવ્યું

ટંકારા ગામે નવી ગ્રામ પંચાયતના હોલમાં “ગ્રામ સભા” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે સો.ચો.વાર ના પ્લોટ ફાળવવા માટે લાભાર્થીઓ નો ધસારો જોવા મળ્યો હતો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ચોમાસાના વરસાદી પાણીનાં નિકાલ અને ભુગર્ભ ગટર કરવી, ચોમાસા પહેલાં સર્વિસ રોડ અને ફૂટપાથ કરવા માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા પર ગ્રામ જનોએ ભાર મુકયો હતો.પિવાના પાણીની રજુઆત ને ધ્યાને લઈ વ્યવસ્થા વધુ સુદઢ બને તેની પણ ગ્રામ સભામાં ચર્ચા થઈ હતી.હમીરભાઇ માલધારી એ ગૌચર ની જમીન પર થયેલ દબાણ દુર કરવા રજુઆત કરી હતી. હિમાની બહેન પરમારે સબ સેંટર ટંકારા-૩ની જગ્યા ફાળવવા રજુઆત કરી હતી. સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા દ્વારા ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર એવા” નગરનાકે ” સરકાર શ્રી ની વિકાસની યોજનાંમાંથી સુશોભીત ગેઈટ બનાવવો તેમજ સી. સી.રોડ બનાવી “નગરનાકા”ની શાન વધારવા લેખીત રજુઆત કરી હતી અને ટંકારા ગામે સરકારી ખરાબાના સર્વે નંબર “૭૦૫” માં “લોક હિતે”બે હેકટર જમીન તાત્કાલિક મંજુર કરી જાહેર હરરાજી થી રાહત દરે નાના અને મધ્યમ વર્ગના લોકોને “ઘરનુ ઘર” મળી રહે તે હેતુથી ૧૦૦ ચો.વાર.ના પ્લોટ ની ફાળવણી કરી તેમાંથી થતી આવક ગ્રામ પંચાયત ના વિકાસના કામોમાં ઉપયોગી બને તેવી લેખીત માં રજુઆત કરી હતી.આજની ગ્રામસભા માં જાગૃત લોકોની બહોળી સંખ્યા જોવા મળી હતી. ગ્રામજનો એ હોંશભેર ભાગ લીધો હતો. અને પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. સરપંચ શ્રી ગોરધન સાહેબે સંતોષ કારક જવાબો રજુ કર્યા હતા.

 


ગ્રામ સભાનું સુચારૂ સંચાલન ટંકારાના એક્માત્ર તલાટી કમ મંત્રી શ્રી હરદેવસિંહ જાડેજા સાહેબે કર્યું હતું.અને સરપંચ શ્રી ગોરધન સાહેબ,ઉપસરપંચ શ્રી મતી નિર્મળા બહેન ચાવડા, જિલ્લા પંચાયતનાં સદસ્ય શ્રી ભુપતભાઈ ગોધાણી, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ભાવિન ભાઈ સેજપાલ, સદસ્ય શ્રી રસિકભાઈ , અરજણ ભાઈ, હેમંતભાઈ ચાવડા તેમજ આ તકે નાયબ જીલ્લા ખેતીવાડી અધિકારી બી. એમ. ચારોલા સાહેબ, મેડિકલ ઓફિસર (હોમીયોપેથી), આશા વર્કર બહેનો, આંગળવાળી ની બહેનો,બેંક સખી મંડળો, ટંકારા ગ્રામ પંચાયતના સદસ્યો અને બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!