
વિજાપુર બી આર સી ભવન ખાતે તાલુકાના પ્રાથમિક શાળા ના વિસ્તાર ને તમાકુ મૂક્ત કરવા અંતર્ગત શાળા ના આચાર્યઓને તાલીમ અપાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બી આર સી ભવન ખાતે તમાકુ મૂક્ત શૈક્ષણિક સંસ્થા અંતગર્ત પ્રાથમિક શાળાના આચાર્યો ને જીલ્લા ટોબેકો સેલ દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં તાલુકા ની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકોને અને આચાર્ય બહેનોને તાલુકા હેલ્થ અને જિલ્લા ટોબેકો સેલ ના સોશિયલ હેલ્થ વર્કર કરિશ્મા મેડમ દ્વારા તાલુકાની તમામ શાળાઓને તમાકુ મુક્ત સંસ્થા કરવાની હોઈ તેના ભાગરૂપે તમાકુ મુક્ત સંસ્થા કરવા માટે ના માપદંડો ની માહિતી આપવામાં આવી હતી. તેમજ તમાકુ અધિનિયમન.૨૦૦૩ કલમ૪..અંતર્ગત જાહેર જગ્યા ઓ ખાતે તમાકુ સેવન કરવું ગુન્હો છે.કલમ ૬અ અંતગર્ત .૧૮વર્ષ થી નાની ઉંમર ના લોકો ને તમાકુ વેચાણ કરવો ગુન્હો છે.તેમજ કલમ ૬ બ મુજબ શાળા ના વરંડા થી ૧૦૦ ચોરસ વાર ત્રિજ્યા માં તમાકુ નું વેચાણ કરવું ગુન્હો છે.તેમજ તમાકુ નિષેધ અંતર્ગત વિવિધ કલમો અને તેના ઉપયોગ વિશે આચાર્ય ઓ ને માહિતગાર કર્યા હતા. તાલુકા હેલ્થ વિભાગ ના સુપરવાઇઝર મુકેશ ચૌહાણ તેમજ બી આર સી ભરતભાઈ પટેલ તેમજ પ્રાથમિક શાળા ના આર્ચાય સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.




