વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ, કાલિયાવાડી, નવસારી ખાતે યોજાઇ હતી.
બેઠકમાં નવસારી કલેકટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ સંકલનમાં રજૂ થયેલા પ્રશ્નો પરત્વે સંબંધિત વિભાગોને તાકિદે કાર્યવાહી પૂર્ણ કરી તેમને લેખિત જવાબ રજુ કરવાની સૂચના આપી હતી. સંકલનમાં ગણદેવી ધારાસભ્ય અને નવસારી ધારાસભ્ય દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ થયા હતાં. સંકલન બેઠકમાં નિયમિત મુદ્દાઓ, સરકારી લેણાંની વસુલાત, તુમાર સેન્શસ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળતી અરજીઓ, પેન્શન કેસનો નિકાલ સહિતના પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ , વાંસદા પ્રયોજના વહીવટદાર સુરેશ આનન્દુ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
Follow Us