પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત શહેરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
કુલ ૧૦૦ જેટલા દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું
શહેરા:-
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, સોમવાર ::* ૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી પંચમહાલના શહેરા તાલુકામાં આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. જે અંતર્ગત આરોગ્ય શાખા,પંચમહાલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગોધરા દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેની વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, લોકસભા સાંસદ રાજપાલસિંહ યાદવ રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કેમ્પમાં કુલ ૧૦૦ જેટલા દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ.બી.કે.પટેલ, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડૉ.આર.બી.પટેલ, જિલ્લાની આરોગ્ય ટીમ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.ડી.ગઢવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આરોગ્ય શાખા, પંચમહાલ-ગોધરા દ્વારા બ્લડ હેલ્પલાઇન ૨૪*૭ ચાલુ કરવામાં આવી છે. જેમાં જોખમી સગર્ભા માતા તથા એ.એન.સી માતાઓને બ્લડની જરૂર પડે તો આ હેલ્પલાઇન દ્વારા બ્લડ ડોનરની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમજ તે માટે હેલ્પલાઇન નંબર ૯૨૨૭૭૧૦૮૪૫ ઉપલબ્ધ બનાવાયો છે.