વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૨૧ ઓક્ટોબર : એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવેલ છે.જે હેઠળ જિલ્લાના તમામ ખાતેદાર ખેડુતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ તા.૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. ભારત સરકારશ્રી દ્વારા પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હતા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરેલ છે.જેથી પી.એમ. કિસાન યોજનાનો લાભ મેળવતા લાભાર્થીએ આ પ્રોજેક્ટ હેઠળ ૨૫ નવેમ્બર પહેલા ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. આ માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે.રાજ્ય સહિત કચ્છ જિલ્લામા તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી કરવી ફરજિયાત હોઈ આધાર કાર્ડ, આધાર સાથે લીંક મોબાઈલ નંબર અને ૭/૧૨,૮-અ ની નકલ સાથે સંબંધિત ગ્રામ પંચાયત ખાતેના VLE/VCE નો સંપર્ક કરી રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરાવવાની રહેશે.ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતો તેઓની તમામ જમીનની માલિકીની માહિતી સરળતાથી મેળવી શકશે.ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી થયેથી તમામ ખેડુતો માટે ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો મેળવવા સરળ બનશે.ફાર્મર રજીસ્ટ્રી હેઠળ નોંધણી અંગેની વધુ માહિતી માટે તાલુકાનાં મામલતદાશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.