MORBI:મોરબી મહાપાલિકાના સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરમાં કુલ પાંચ અલગ-અલગ સ્થળોએ સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવ્યા
MORBI:મોરબી મહાપાલિકાના સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરમાં કુલ પાંચ અલગ-અલગ સ્થળોએ સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવ્યા
મોરબી મહાપાલિકાના સિવિલ અને સિટી બ્યુટિફિકેશન શાખા દ્વારા શહેરમાં કુલ પાંચ અલગ-અલગ સ્થળોએ સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ ટ્રાફિક સમસ્યા ઘટાડવાનો અને અવરજવરને વધુ સુવિધાજનક બનાવવાનો છે.
આ પાંચ રસ્તાઓમાં રૂ. 1.76 કરોડના ખર્ચે કેસર બાગથી એલ.ઈ. કોલેજ સુધી, રૂ. 58.01 લાખના ખર્ચે ક્રિષ્ના સ્કૂલથી એસ.પી. રોડ સુધી, રૂ. 57.96 લાખના ખર્ચે ચિત્રકૂટ સોસાયટી શેરી નં. 1, 2, 3 વિસ્તારમાં, રૂ. 50.55 લાખના ખર્ચે કેદારીયા હનુમાનથી સેન્ટમેરી ફાટક સુધી તેમજ રૂ. 18.61 લાખના ખર્ચે ચામુંડાનગર વિસ્તારમાં સી.સી. રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા ટૂંક સમયમાં વધુ બે સ્થળોએ સી.સી. રોડના કામો શરૂ કરશે. જેમાં સુપર ટોકીઝથી ચિત્રકૂટ ટોકીઝ સુધી અને ગાંધી ચોક પૂજારા મોબાઈલથી ભવાની બેકરી સુધીના સી.સી. રોડના કામોનો સમાવેશ થાય છે. જે ટ્રાફિકને અડચણ ન થાય તે મુજબ બનાવવામાં આવશે.મહાપાલિકા દ્વારા જણાવાયું છે કે આ કામો પૂર્ણ થવાથી શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે.