MORBi:મોરબી આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખી રોડ કર્યો ચક્કાજામ કર્યો

MORBi મોરબી આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સ્થાનિકોને સાથે રાખી રોડ કર્યો ચક્કાજામ કર્યો
શહેરનો પંચાસર રોડ નવો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે કામગીરીની ગુણવત્તાને લઈને અગાઉ પણ સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવી વિરોધ કર્યો હતો નવા બની રહેલા રોડ પર ગાબડા જોવા મળતા આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું
મોરબીનો પંચાસર રોડ નવો બની રહ્યો છે જ્યાં ગાબડા પડતા આમ આદમી પાર્ટીના આગેવાનો આજે પહોંચ્યા હતા અને સ્થાનિકોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર રૂ ૨૨ કરોડના ખર્ચે પંચાસર રોડ નવો બની રહ્યો છે જ્યાં રોડ પર ગાબડા જોવા મળે છે ડિવાઈડર ઊંચા કરવાને બદલે રોડની સમાંતર જોવા મળે છે અગાઉ પણ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને રજૂઆત છતાં કોઈ પગલા લેવામાં આવ્યા ના હોવાનો રોષ ઠાલવ્યો હતો આમ આદમી પાર્ટીના અગ્રણી પંકજભાઈ રાણસરીયાની ઉપસ્થિતિમાં કાર્યકરો અને સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું જેથી વાહનોની અવરજવર પ્રભાવિત થઇ હતી આમ આદમી પાર્ટીએ યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો મહાપાલિકા કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે






