GIR SOMNATHKODINAR

૨૦૧૬-૧૭ની ગ્રામસેવકની ભરતીમાં નિયમો વિરુદ્ધ નોકરી મેળવેલ ૯ ગ્રામસેવક બરતરફ

બી.કે સિવાયના તમામ જિલ્લાઓમાં પણ યોગ્ય તપાસ કરી મૂળ હકદારોને હક આપવામાં આવે:- સોલંકી ભાવેશ

સ્થળ:કોડીનાર
તારીખ:૩૦.૦૬.૨૦૨૪

૨૦૧૬-૧૭ માં રાજ્યની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓના માધ્યમથી ગ્રામસેવકોની ભરતી કરવામાં આવી હતી,જેમાં પંચાયત વિભાગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા BRS લાયકાત નક્કી કરવામાં આવેલ,પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં પંચાયત વિભાગના જ ૨૦૧૪ના નિયમો નેવે મૂકીને બી.એસ.સી એગ્રીકલ્ચરના ઉમેદવારોને નોકરીઓ આપી દેવામાં આવી હતી તે બાબતે સતત ફરિયાદો કરવામાં આવી રહી હતી,જે પૈકી સુરત,વલસાડ,ગીર-સોમનાથ અરવલ્લી,બી.કે અને પાટણ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા નિયમો વિરૂદ્ધ નિમણૂકો આપવામાં આપેલ તે ઉમેદવારોના નામ સહિત યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ ૨૦૨૦માં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી હતી,આમ છતાં પંચાયત વિભાગે બી.એસ.સી એગ્રીકલ્ચર ઉચ્ચ ડિગ્રી હોઈ માટે નિમણૂકો આપી છે તેવો જવાબ આપીને લુલો બચાવ કર્યો હતો,પરંતુ આ ભરતીને આજે આશરે ૭ વર્ષ બાદ બી.કે જિલ્લામાં અન્યાયનો ભોગ બનનાર ઉમેદવારોએ નામ.હાઈ કોર્ટના દ્વારા ખખડાવેલ જેમાં તેઓને ન્યાય મળતા બી.કે જિલ્લામાં ૨૦૧૭માં નિયમો વિરૂદ્ધ ભરતી થયેલ કુલ ૯ ગ્રામસેવકને છુટા કરવા ચક્રો ગતિમાન થયા છે.
આ સાથે જ યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ ૨૦૧૬-૧૭ની ગ્રામસેવક ભરતીમાં અન્ય જિલ્લાઓમાં નિયમોને નેવે મૂકીને નોકરીમાં લાગેલા ગ્રામસેવકોને છુટા કરવા તેમજ સરકારશ્રી દ્વારા SITની રચના કરી અને ભરતીમાં નિયમો વિરૂદ્ધ નિમણૂકો આપી દેવામાં સમાવિષ્ટ અધિકારીશ્રીઓ અને સમિતિના સભ્યો સામે પણ કડક પગલાં લેવા ફરિયાદ કરવામાં આવી છે.
વિશેષમાં યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગે ૨૦૨૨ના વર્ષમાં ગ્રામસેવકની ભરતી જાહેર થવાના સમયે રાતોરાત ઉચ્ચ ડીગ્રીઓને સમાવેશ કરેલ તેનું મુખ્ય કારણ તેઓને રોજગારીની તક આપવાનું નહિ પરંતુ ૨૦૧૬-૧૭માં નિયમો વિરૂદ્ધ થયેલ ભરતીની ગેરરીતિ દબાવવાના પ્રયાસો હતા અને આ બાબતે જે તે સમયે ગુજરાતના સુપ્રસિદ્ધ સમાચાર પત્રોમાં પણ આ અહેવાલ પ્રસિદ્ધ થયેલ,અને આજે નામ.હાઈ કોર્ટના ચુકાદા બાદ થયેલ બી.કે માં થયેલ કાર્યવાહી એનું સ્પષ્ટ ઉદાહરણ છે.

Back to top button
error: Content is protected !!