GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
		
	
	
Rajkot: ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ ભાયાવદર નગરપાલિકામાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’ની થીમ સાથે હાલમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે સ્વચ્છતા ઝુંબેશ સઘન બનાવાઈ છે.
રાજકોટ ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીના નિર્દેશ મુજબ, નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. ભાયાવદર નગરપાલિકામાં ગતરોજ ભાયાવદરથી ઉપલેટા તરફ જતા રોડ ઉપર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ દ્વારા ગાર્બેજ પોઈન્ટ દૂર કરવામાં આવ્યા હતા તેમજ સાથે રોડની સાઇડમાંથી કચરો દૂર કરવામાં આવ્યો હતો.
				



