GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: બેટી બચાઓ બેટી-પઢાઓ દિવસ અંતર્ગત ઝનાના હોસ્પિટલમાં ૩૦ નવજાત દીકરીને કિટ વિતરણ
તા.૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નારી વંદન ઉત્સવના ભાગરૂપે “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” અંતર્ગત આજરોજ રાજકોટમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઝનાના હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં નવજાત ૩૦ દીકરીઓને દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સીમાબેન શીંગાળા તેમજ ફીલ્ડ ઓફીસરશ્રી સંજયભાઈ ગજેરા હસ્તે દીકરીઓને દીકરી વધામણા કિટ આપવામાં આવી હતી. આ તકે નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ સુશ્રી હિમાલીબેન વ્યાસ, આ.નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુશ્રી લીનાબેન, હેડ નર્સ સુશ્રી અમ્બિકાબેન, સુશ્રી રૂકસાનાબેન, ઈન્ફેક્શન કન્ટ્રોલ નર્સ સુશ્રી ખ્યાતિબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.