BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જૂનાં ભરૂચમાં આવેલો છે સોનાનો પથ્થર, સોનાના પથ્થરને જોવા અનેક લોકો આવે છે, આવો જાણીએ ગોલ્ડન સ્ટોનનો રસપ્રદ ઇતિહાસ

ભરૂચ શહેરના જુના ભરૂચ વિસ્તારમાં જાહેર માર્ગ પર એક સોનાનો પથ્થર પડેલો છે શું વાત કરો છો સોનો પથ્થર આ વાત સાંભળીને અનેક લોકો આચાર્યચકિત થઈ જાય છે.પરતું હા આ વાત ખોટી નથી તો ચાલો તમને જણાવીએ ભરૂચ શહેરમાં જાહેર માર્ગ પર પડેલા સોના પથ્થરની જેને જોવા અનેક લોકો અહીંયા આવતા હોય છે.
ભરૂચ શહેર એક પ્રાચીન નગરી તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસિધ્ધ છે.ભરૂચ શહેરના ઇતિહાસમાં અનેક કિસ્સાઓ જોડાયેલા છે જેમાનો એક છે સોના નો પથ્થર જેને ગોલ્ડન સ્ટોન નામથી પણ ઓળખવા માં આવે છે.આ અંગે ભરૂચ નગરપાલિકા માજી પ્રમુખ ઇન્દિરા રાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,અંગ્રેજોના સમયમાં જૂના ભરૂચમાં કલ્યાણરાય દેસાઇજીની હવેલી આવેલી હતી.વર્ષ 1892માં તેમનું નિધન થતાં તેમનો વારસો તેમના પુત્ર વિષ્ણુપ્રસાદને મળ્યો હતો.તે સમયે આ વિસ્તારનો રસ્તો પહોળો કરવા માટે મ્યુનિસિપાલીટીએ દેસાઈજી પાસે જમીન માંગતા તેમણે આપતા રસ્તો પહોળો કરતા ત્યાંથી વાહનો પસાર થવા લાગ્યા હતા.
પરતું વિષ્ણુપ્રસાદ દેસાઈની હવેલીની દિવાલ પાસે વળાંક વાળો રસ્તો હોવાના કારણે હવેલીને નુકશાન થાય તેમ હતું જેથી દેસાઈજીએ વાહનો વળાંક લે સ્થળે એક મોટો પથ્થર મૂકી દીધો હતો જેથી તેમની હવેલીને વાહનોથી કોઈ નુકશાનથી બચાવી શકાય. પરતું આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો માટે તે પથ્થર અડચણરૂપ બનતો હતો.જેથી આ પથ્થર હટાવી લેવા માટે તે સમયે ભરૂચ મ્યુનિસિપાલીટીએ દેસાઇજીને નોટીસ મોકલી હતી.આ નોટીસની સામે વિષ્ણુપ્રસાદે દિવાની કોર્ટમાં દાવો માંડયો હતો.જેમાં તેઓ આ કેસ હારી ગયા હતા.
ત્યાર બાદ પણ દેસાઈજી હાર નહિ માનતા તેઓએ મુંબઇ હાઇકોર્ટમાં કેસ દાવો દાખલ કર્યો હતો.જેમાં પણ ભરૂચ મ્યુનિસિપાલીટીને હારનો સામનો કરવો પડ્યો હતી.જોકે એટલાથી નહિ અટકતા કેસ બ્રિટિશ પ્રિવિકાઉન્સીલ સુધી પહોંચ્યો હતો.વર્ષ 1875 માં શરૂ થયેલ કેસ 1895 માં કેસ પૂરો થતા બ્રિટિશ પ્રિવિકાઉન્સીલ સામાન્ય નાગરિકને પોતાનો અધિકાર પાછો આપ્યો અને તે પથ્થર ત્યા જ રહેવા દેવાનો આદેશ કર્યો હતો.જોકે આ કેસમાં વિષ્ણુપ્રસાદ દેસાઈ અને મ્યુનિસિપલને જેટલો ખર્ચ થયો હતો એટલામાં તો એક સોનાનો પથ્થર બનાવી શકાય જેથી તેને સોનાનો પથ્થર તરીકે ઓળખાવામાં આવે છે.તે પથ્થર આજે પણ ભરૂચ શહેર તેના સ્થળ પર જોવા મળે છે.જેને જોવા માટે પણ દૂર દૂરથી લોકો આવતા હોય છે.

Back to top button
error: Content is protected !!