માત્ર સભ્ય જ નહી સભ્યતાની વિશ્ર્વસનીયાતાની કસોટી
ભાજપ ચિંતન કરશે, કે “આ ને ટીકીટ આપવી પડશે” એમ નહી ” આ પ્રમાણિક છે તેને જ ટીકીટ મળશે”
માત્ર એક બેઠક ગુમાવી એમ નહી, શાસન છતા સ્થાનીક ઉમેદવાર કેમ ટુંકા પડ્યા?? એના ઉપર થીંક ટેંક નવી ફોર્મ્યુલા ઘડનાર છે
“અમુક” તો દર વખતે હોય જ છે ચુંટણીમાં અને યુવાના આગ્રહમાં ક્યાંક વડીલોને અન્યાય તો ક્યાંક “જોકર” ને ય લેવા પડે છે, સરવાળે ઇમેજને ધક્કો લાગ્યો
જામનગર (ભરત ભોગાયતા)
ભાજપ ચિંતન કરશે, કે “આ ને ટીકીટ આપવી પડશે” એમ નહી ” આ પ્રમાણિક છે તેને જ ટીકીટ મળશે” અને એટલું જ નહી જનતાના ત્રાજવે તોળાયેલાને જ ટીકીટ મળશે આવનારી જામનગર સહિતની મહાનગપાલીકા અને ૬૩થી વધુ નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપ તરફથી ઘણુ નવુ હશે એક તો ઉત્સાહી બહેનો અનુભવી બહેનો એનજીઓ ચલાવતી બહેનો જો તૈયાર થશે તો તેઓને ટીકીટ મળશે તેઓ બધા જ કદાચ ભાજપમાં નહી હોય તો જોડાઇ જશે આવા બહેનો ભાઇઓને ટક્કર મારશે અને ભાઇઓ તેમાંથી શીખે તેવી રીતે પ્રજાની પડખે રહેશે કેમકે સ્થાનીક સ્વરાજ્યમાં બહેનો જ સૌથી વધુ સમશ્યાઓ પણ જાણે છે તેનાથી વેઠવી પડતી હાલાંકી પણ જાણે છે તેના ઉકેલ પણ જાણે છે પીવાના પાણી ગમે તય આવે , ન ય આવે, ઓછા આવે,કચરા નિયમીત સાફ થાય નહિ, ગટરો છલકાતી જ રહે,રોડ ઉપર રેકડી કેબિન દબાણો, રોડ ઉપર ખાડા,વિજળીની અનિયમિતતા,રાતે રોડ ઉપર અંધારા,ઢોરના ત્રાસ,અસામાજીક તત્વોના ત્રાસ, દવાખાનામાં સ્ટાફ ન હોય, આધાર સહિતના કેન્દ્રોમાં સીસ્ટમ રોજ નિયમીત કામ ન કરે, બાળકોને રમવાના બગીચા કે રમત ગમતની વ્યવસ્થા નહોય, ચોમાસામા થોડા વરસાદે પણ પાણી ઘરમાં આવે……વગેરે…..વગેરે…..બાબતે ભાજપના ભાઇઓ ઉકેલમાં ઉણા ઉતરતા લોકો બહુ જ ટીકા કરે છે
બીજી તરફ હાલ ભાજપએ માત્ર વિસાવદરની એક બેઠક ગુમાવી એમ નહી, શાસન છતા સ્થાનીક ઉમેદવાર કેમ ટુંકા પડ્યા?? એના ઉપર થીંક ટેંક નવી ફોર્મ્યુલા ઘડનાર છે અને ધરમૂળથી ફેરફાર વાળી અને ખાનગી સર્વે બાદ જ જનતામાં વધુ ચાહનાવાળા કોણ છે તેવા જ કોર્પોરેશનઓ, મ્યુનિસિપાલીટીઓ માટે ઉમેદવાર પસંદગી થનાર છે તેમ સુત્રો કહીને ઉમેરે છે કે પાંચ ફલાણાના દસ ઢીકડાના બે તન લોકડાના લેવા જ પડશે ……..તે વાત નો છેદ ઉડી જશે ,કલેક્શન, જુથ, લોકપ્રિયતા ,ટેકેદારો વગેરે તો ચુંટાયને પ્રજાના કામ કરશે એટલે મળી જ જશે કેમકે પ્રજાના કામ કરતા કોણ રોકે છે?? જો દાનત હોય તો……!!
બીજી તરફ એકવિસમી સદીના ભાજપમાં એવુ થયુ છે કે “અમુક” તો દર વખતે હોય જ છે( કાં તો કે ઇ બળુકો છે, બે પાંચ હજાર માણસ ભેગા કરી દે એમ છે કાં તો કલેક્સનમાં જોરદાર છે કાં તો કે કોન્ટ્રાક્ટ લઇ કમાય તેમાથી સૌ ને સાચવે છે……લે બોલ…!!) ચુંટણીમાં અા રીતે યુવાના ઓઠા હેઠળના આગ્રહમાં ક્યાંક વડીલોને અન્યાય તો ક્યાંક “જોકર” ને ય લેવા પડે છે, સરવાળે ઇમેજને ધક્કો લાગ્યો છે માટે અમુક કટાક્ષ કરે છે કે કાર્ટુન હવે નહી ચાલે…..પણ એ ખબર છે કે અમુક કાર્ટુન માટે રાજકારણ સિંહની સવારી જેવુ છે ઉતરે તો સિંહ ખાઇ જાય માટે જોડ તોડ કરી ટીકીટ મેળવે જ છે આ વખતે હજુ ય આવા અમુક મેદાન નહી મુકે તે નક્કી છે જો કે ભાજપ મોવડીમંડળ આવા ઘણાખરાને સાઇડલાઇન કરતા ચુકશે જ નહી તો જ લોકો વારંવાર બોલે છે અને સમીક્ષકો કહે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હવે કાર્ટૂન નહીં ચાલે તે વાત ધ્યાને લીધી ગણી શકાશે.
અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી ના નામે ઘણા ખરા “થાંભલા” પણ ચાલી જતા. કારણ કોંગ્રેસ ના ઉમેદવારો પણ કોઈ ને કોઈ સ્તરે બીજેથી નક્કી થતા. સામે જરૂર પડ્યે કોર્પોરેશન સ્તરે, અન્ય સ્તરે કોન્ટ્રાક્ટ અપાઈ જતા.
પરંતુ આપના ગોપાલ ઇટાલિયા ને નથી કોન્ટ્રાકટ જોતા, નથી તેને આપ પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ રોકી શકવાના. કેમ કે આપ પાર્ટી માં ડી સેન્ટ્રલાઇઝ પોલિસી છે, તેવું અરવિંદ કેજરીવાલએ કહ્યું હતું.
હવે પછી કોર્પોરેશન હોય કે ધારાસભા, ભાજપ માં કાર્ટૂન જેવા ઉમેદવારો નહીં ચાલે. વિસાવદર ની જીત થી આપ પાર્ટી ને જીતવા નો ફોર્મ્યુલા મળી ગયો. ભાજપ ની અંદર ની અમુક જગ્યાએની પોલંપોલ સમજાઈ ગઈ. હવે આપ પાર્ટી સૌરાષ્ટ્ર કચ્છ ના ગઢ ગણાતા રાજકોટ ને સર કરવા કમર કસી છે. એક તરફ ભાજપ ના અમુક કાર્ટૂન બની ગયેલા નેતાઓ ને કોઈ ગનારતું નથી, તો બીજી તરફ અનેક લોકો બેહાલ છે, નારાજ છે. અમુક વખતે તો જરૂરી નથી તેવા કામો માં કાર્યકર્તાઓ, કોર્પોરેટરો, અને ધારાસભ્યો સહિત સંગઠન ને વ્યસ્ત રાખી, પ્રજા ની કામગીરી ને નેવે મૂકવામાં આવી છે ત્યારે લોકો એક સક્ષમ ઉમેદવાર ઝંખે છે જે પક્ષ માટે કાર્ટૂન સાબિત ન થાય પરંતુ પ્રજાનો સેવક હોય. પ્રજા નું કામ કરાવવા સક્ષમ હોય, મજબુર ન હોય. જેથી ભાજપપક્ષની ગરીમાં વધારી શકે.
ભાજપ પાસે કોર્પોરેટર ની ચૂંટણી સમયે ઉમેદવારો ની ફૌજ છે, પણ સક્ષમ, પ્રજાલક્ષી, ઈમાનદાર ઉમેદવારો શોધવા એ પેચીદો પ્રશ્ર્ન બનશે ને??
ભારતના એક રાષ્ટ્રીય પક્ષની વરસો સુધી નહી દાયકાઓ સુધી બોલબાલા રહી અને બાદમાં શું થયુ?? સૌ જાણે છે માટે ભાજપના વરીષ્ઠો માત્ર” અહોરૂપમ અહોધ્વની” માથી બહાર નહી નીકળે તો ઘણા ખરા પક્ષના જ અંદરના ચુંટાયેલા કે હોડમાં રહેલાઓના સ્વકેન્દ્રી અખતરાઓથી પક્ષને નબળો પાડી શકે છે
જો સમયસર આ વાત દિલ્હી સ્થિત શીર્ષસ્થ નેતૃત્વ સમજસે નહીં તો જેમ દરિયાની ઓટ તાણી જાય તેમ પક્ષ ની પ્રતિષ્ઠા તણાઇ જઇ શકે છે
એક અભ્યાસ મુજબ આગામી ચૂંટણીઓ માં ભાજપ એ ૬૦% ઉમેદવારો બદલવા પડશે. અને જો ગુજરાત ના જિલ્લે જિલ્લે એક ગોપાલ પ્રસ્થાપિત કરવામાં આપ પાર્ટી સફળ થઈ તો ભાજપ ના નેતાઓ કાર્ટૂન સાબિત થશે.
ભાજપે ક્યાંક ને ક્યાંક પોતાનો જ વિકલ્પ પોતેજ ઊભો કરવો જોઈએ. ભાજપ ની થિન્ક ટેન્ક તો છે જ , હવે કેન્દ્રમાં ગયા બાદ ભાઉ માટે તમામ જિલ્લા ના અધ્યક્ષ ના ચહેરા અને નામો યાદ રાખવા સહેલા નથી તો બારીક બાબતોતો ક્યાંથી યાદ રહે?? બારીક બાબતો થી જ એલર્ટ થવુ પડે નહીતો વધુ નુકસાન થઇ શકે છે
ભાજપના અમુક ચુંટાયેલા અત્યારે મીંદડી ની જેમ આખો બંધ કરી (ખાડા, સમસ્યાઓ, બેકરી, વ્યસ્થા, કાયદો વ્યસ્થા ની હાલ ની સ્થિતિ) જોયા વગર સત્તા નામનું દૂધ પીવામાં વ્યસ્ત છે.
ભાજપનુ અમુક જુથ સમય ચૂકી ગયું છે, અને હાલ તેવા જુથના કોઈ ધણી રહ્યું જ નથી. બધા પોતપોતાની રીતે વર્તી રહ્યા છે. ભાજપને જ અંદરથી નુકસાન કરનારાઓ જો હજી ચેતશે નહીં તો દિલ્લી માં આપ પાર્ટી નું જેવું થયું, તેવું ભાજપ નું ચિત્ર પાંચ પંદર વરસમાં ગુજરાત માં સમીક્ષાજનક બની રહેશે તેમ વિશ્ર્લેષકો કહે છે.
સતા મળે સભ્યો ચુંટાય બાદ તેમની ફરજ મુજબ લોકો પાસે જઇ સ્થાનીક પ્રશ્ર્નો ઉકેલતા રહે પ્રજાને મળતા રહે સંપર્કમાં રહે કામો કરતા રહે બાદમા ભલે પોતાના ધંધા વ્યવસાય કરે પણ ટોચ અગ્રતામાં લોકોના પ્રશ્ર્ન ઉકેલવા જરૂરી છે હવે એ સમય નથી કે “સમશ્યા હશે તો આફુડા લોકો આપણી પાસે આવશે…..” એમ માની ફાંદ ઉપર હાથ ફેરવનારને તો જનતા ધોળે દિવસે તારા દેખાડશે
અમુક સરકારી તંત્રો-પ્રશાસન તેની મરજી મુજબ કામ કરે અમુક કોન્ટ્રાક્ટરો મન ફાવે એવુ કામ કરે અમુક નેતા જુનિયરોનુ સાંભળે નહી પ્રતિનિધીઓ પ્રજાનુ સાંભલકે નહી અને સાંભળે તો ઉકેલ લાવી શકે નહી, અનિયમિતતાઓ,જોહુકમી અને ભ્રષ્ટાચારને પોષાતી હોય એવી આ સ્થિતિ સુધારવા ભાજપએ ગહેરા ચિંતનની જરૂર છે કેમકે” વિકસિત ભારત ૨૦૪૭” માટે પક્ષની ગરીમાં જળવાય તે માટે ભલે અમુકને અણગમતા પણ પબ્લીકને ગમતા પગલા લેવાય તે ભાજપના હિતમાં છે.