MULISURENDRANAGAR

મુળી તાલુકાના ખંપાળીયા ગઢડામાં ધમધમતી કોલસાની ૭૫ ખાણોમા ભાજપ-કોગ્રેસ-આપ ભાઈ ભાઈ

તા.27/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગેરકાયદેસર ખનીજ ખનન વહનમાં સંડોવાયેલા આગેવાનો એક ધંધામાં સાથે

મુળી તાલુકાનાં ગામોમાં જેમાં ખંપાળીયા ગઢડામાં પુષ્કળ પ્રમાણમા ખનીજ કોલસો મળી આવે છે ત્યારે મોટાભાગે આ ખનીજ ખનન વહન ગેરકાયદેસરમા ભાજપના આગેવાનો જોડાયેલા હોય છે પરંતુ હમણાં જ એક અકસ્માત ગઢડા કોલસાની ખાણમાં થતા એક રાજસ્થાનના મજુરનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું ત્યારે ખાણ ખનીજ વિભાગ ગાઢ નિદ્રામાંથી જાગી ખંપાળીયા કોલસાની ખાણો ઉપર તપાસ માટે આવેલા ડ્રોન ઉડાવવામાં આવેલા પરંતુ કાયદેસર કાર્યવાહી કોઈ કરવામાં આવી નહોતી ત્યારે રાજકીય પ્રેસરના સમાચાર મળ્યા હતા અને અધિકારીઓના જણાવ્યા મુજબ આશરે ૭૦ કોલસાની ખાણો ધમધમી રહી છે જેમાં મુળીના તાલુકા કક્ષાએ થી આગેવાનોની ભાગીદારી બહાર આવી હતી જેમાં મુખ્યત્વે સરકારી ખરાબા તળાવ માં કોલસાની ખાણો ચાલે છે તેમાં ભાજપના તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્યનું ખોદકામ બહાર આવેલ એક બહેનની વાડીમાં આશરે ૩૦ કોલસાની ખાણો ધમધમે છે તેમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખની ભાગીદારી બહાર આવી હતી અને સૌથી વધારે કોલસાની ખાણો આ આગેવાન નીચે ચાલે છે જયારે કોંગ્રેસના તાલુકા ઉપપ્રમુખની પણ અનેક કોલસાની ખાણમાં ભાગીદાર બહાર આવતા ઉપરથી ભલામણના ફોનની ઘંટડીઓ રણકી ઉઠતા જ ખાણ ખનીજ વિભાગના અધિકારી ઓને વિલામોઢે પરત ફરવાની ફરજ પડી હતી એટલે હવે ખનીજ માફીયાઓ જ રાજકીય પાર્ટીઓના આગેવાનો બની ચુકયા છે જનતાને ઉલ્લુ બનાવી મુળી તાલુકાનાં રાજકીય આગેવાનો કોલસાની ખાણોમા ભાઈ ભાઈ ની નિતી અપનાવી ખનીજ સંપદાઓની લુંટ ચલાવી રહ્યા છે આ કિસ્સો અને માહિતી બહાર આવતા મુળી તાલુકાનાં લોકો જાય તો કંયા જાય તેવો ઘાટ સર્જાયો છે હાલ મુળી તાલુકાનાં ગામોમાં કોલસો અને સફેદ માટીમા ધારાસભ્ય અને જીલ્લાના આગેવાનો પણ ખનીજમાં જંપલાવતાની સાથે મિડીયાનાં અમુક મિત્રોએ પણ બેઠક કરી લીધાના સમાચાર મળ્યા છે કે તેઓ પણ હવે આ બાબતે સમાચાર નહીં છાપે અને એનો બદલો જાહેરાત અને માસિક હપ્તાથી ચુકવણી થશે ત્યારે મુળી તાલુકાનાં ગામોમાં ખનીજ ખનન વહન ગેરકાયદેસર અટકશે નહિ તે ચોક્કસ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!