DAHODGUJARAT

લીમખેડા તાલુકાના એક ગામમાંથી એમના પતિ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતા ૧૮૧ લીમખેડા મદદે

તા.૦૭.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના એક ગામમાંથી એમના પતિ શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરતા ૧૮૧ લીમખેડા મદદે

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના એક ગામમાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન પીડિતા નો કોલ આવ્યો કે મારા પતિ મને શારીરિક માનસિક ત્રાસ આપી હેરાન કરે છે આથી અભયમ લીમખેડા ની ટીમ ઘટના સ્થળે પહોંચી. અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન પીડિતા કહે છે. કે મારા લગ્ન જીવનને ૧૪ વર્ષ થયાં છે. અને મારા ચાલું અભ્યાસ માં લગ્ન કરાવી દીધા. અને મને લઈને ભાગી જવાની ઘમકી આપતા હતા. અને અત્યારે મારે ચાર બાળકો છે. અને હવે મારા પતિ બીજા બેન જોડે અફેર છે. અને એ બેન મહારાષ્ટ્ર બાજુ ની છે. અને મારા પતિ ને ત્યાં બોલાવે છે. અને કહે છે. કે તે મારી જોડે સબંધ રાખ્યો છે. તો હું તારા ઘરે આવવાની છું એવી ધમકી આપે છે મારા પતિ નો મોબાઈલ મેં લઈ લીધો તો તેમાં ફોટા મેસેજ તેમજ ઓનલાઈન પેમેન્ટ પણ કરી આપેલું હતું. અને મારા સસરા ના પાડે છે. કે તારે બહાર કમાવવા જવાની કોઈ જરૂર નથી. તારી પત્નિ આંગણવાડી કાર્યકર છે. એમના પપ્પા પણ જોબ કરે છે. તો છતાં છૂપી અને ઘરમાંથી જતો રહે છે. અને એમની પત્નિ કઈ પણ કહે છે તો મારવાની ધમકી આપે છે. અને તેમના અફેરના કારણે હું ડિસ્ટર્બ થઈ ગઈ છું. આંથી 181 પર કોલ કર્યો છે અભયમની ટીમે એ પુરી હકીકત જાણતા પીડિતાના પતિનું કાઉન્સિલિંગ કરવામા કર્યું. જેમાં પતિ કહે છે. અમે સમાજ ની રીતે લગ્ન કર્યાં પણ હું ઘરે હોય ત્યારે મને શાંતિ થી ઘરે રહેવા દેતી નથી અને અપશબ્દો બોલ્યા કરે છે. તો પસી હું બી. આર. ટી. એસ માં જોબ મળી ત્યાં આમારે સંબંધ થઈ ગયો. અને અમે એકબીજાના કોન્ટેક્ટ માં આવી ગયાં પસી અમારે સબંધ થઈ ગયો. અને હવે અફેર નહિ કરે તે બાબતે સામેવાળા પક્ષ ને ફોન થી વાત કરાવડાવી અને મારી ભૂલ સમજાય છે કે જે હવે પસી નહિ થાય અભયમ ટીમ લીમખેડાના અસરકારક કાઉન્સિલિંગ થી પતિને પોતાની ભૂલ સમજાઈ હતી અને ખાતરી આપી કે હવે કોઈ સબંધ નહી રાખું અને મારી પત્ની કોઈ ત્રાસ નહીં આપું પીડિતાએ પોતાને મળેલ મદદ બદલ અભયમ ટીમ લીમખેડા નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!