GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગંદકી, પ્રતિબંધિત પ્લાસ્ટિક, કચરો કરતાં વ્યક્તિઓ સામે દંડની કાર્યવાહી

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ગંદકી, પ્રતિબંધિત પ્લાસ્ટિક, કચરો કરતાં વ્યક્તિઓ સામે દંડની કાર્યવાહી

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૨ થી ૨૦ મે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ઝુંબેશ ચલાવી ગંદકી, પ્રતિબંધિત પ્લાસ્ટિક, જાહેરમાં કચરો સળગાવવો અને ખુલ્લામાં પેશાબ કરતાં વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ ૧૧૮ આસામીઓ પાસેથી રૂ. ૪૬,૪૦૦/-નો દંડ વસુલ કર્યો છે.

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ચોમાસા પૂર્વે શહેરમાં સફાઈ અને સ્વચ્છતા અંગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તા. ૧૨ મે થી ૨૦ મે દરમિયાન શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને લઈને ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૫૯ આસામી ઝડપાઈ ગયા હતા અને તેઓ પાસેથી કુલ રૂ. ૩૫,૩૦૦/- નો દંડ વસુલ કરાયો. જ્યારે સફાઈને પગલે ગંદકી કરતી પ્રવૃત્તિ સામે પણ પગલા લેવામાં આવ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ૪૪ આસામીઓએ ગંદકી ફેલાવવાની કાર્યવાહી હેઠળ આવી અને તેમની પાસેથી રૂ. ૮,૩૦૦/- દંડ વસુલ થયો છે, આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવનાર ૯ આસામીઓ પાસેથી રૂ. ૨,૪૦૦/- અને ખુલ્લામાં યુરીનેશન કરતી ૬ વ્યક્તિઓ પાસેથી રૂ. ૪૦૦/- દંડ વસુલ કરાયો હતો. આમ મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૧૮ આસમીઓ પાસેથી રૂ.૪૬,૪૦૦/- દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ સાથે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે અને જાહેરમાં ગંદકી ન ફેલાવવી, નિયમોનું પાલન કરવું અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!