NANDODNARMADA

આંતરરાષ્ટ્રીય યોગ દિને સમીરસિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે ” પ્રોવિરા યુનિટી મેરેથોન ” ની શરૂઆત કરશે

આંતરરાષ્ટ્રીય યોગ દિને સમીરસિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે ” પ્રોવિરા યુનિટી મેરેથોન ” ની શરૂઆત કરશે

રાજપીપલા : જુનેદ ખત્રી

અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંઘ હાલ ગુજરાતના statue of unity ની મુલાકાતે છે. એકતા નગર કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે. સરદાર સાહેબની વિચારધારાને સમ્માન આપતાં સમીર દ્વારા તા. ૨૧/૬/૨૦૨૩ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” માટે ” પ્રોવિરા યુનિટી મેરેથોન ” ની શરૂઆત કરવામાં આવશે. અલ્ટ્રારનરના નામે ઓળખાતા સમીર સિંગનો જન્મ મધ્યપ્રદેશના એક ગામડામાં થયો હતો.

દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ મેરેથોન પસાર થશે અને કુલ ૧૦,૦૦૦ કિલોમીટર દોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરત ફરશે. આ ” પ્રોવિરા યુનિટી મેરેથોન ” શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે જેમણે ૫૬૨ રજવાડા એક કરી ‘એક ભારત’ બનાવ્યું હતું.

સમીરે રનીંગની શરૂઆત મુંબઈથી કરી હતી સમીરે ડિસેમ્બર – ૨૦૧૭ માં વાઘાબોર્ડરથી ભારત કે વીર અલ્ટ્રા મેરેથોન અભિયાનની શરૂઆત કરી હતી. આ મેરેથોન દુનિયાની સૌથી મોટી મેરેથોન હતી. આ મેરેથોન ભારતના રાજ્યોમાં પસાર થઈ ૭ મહિના ૬ દિવસમાં ૧૪,૧૫૫ કિલોમીટરની દોડ પૂરી કરી હતી. આ મેરેથોન માટે ભંડોળ આપનાર (સ્પોન્સર) બોલિવૂડના સુપર સ્ટાર અક્ષયકુમાર હતા. આ મેરેથોન એવા તમામ લોકોને સેલ્યુટ કરવા માટે હતી જે લોકો દેશની બોર્ડર પર રહીને (આપણા સૈનિકો) આપણી રક્ષા કરવા માટે શહિદ થયેલા છે.

” પ્રોવિરા યુનિટી મેરેથોન ” ની સાથે સૌ મારી સાથે જોડાઈને જ્યારે હું આપણા શહેરમાં આવું ત્યારે મારો ઉત્સાહ વધારવા પધારજો એવી અપીલ સમીરે કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!