GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાઁના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું 

MORBI:યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાઁના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું

 

 


મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન કરવામાં આવે છે.માં દશામાની આરાધના અને વિશ્વાસની જ્યોત સેવા કરીને પ્રગટાવી રાખતા હોય છે.આવી જ આરાધના અને આસ્થાની સેવારૂપી જ્યોત મોરબીના નાની વાવડી આહીર સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ તકે યદુનંદન ગ્રુપના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે,હજારોની સંખ્યામાં ભાવિકો દર વર્ષે આ કેમ્પનો લાભ લેતા હોય છે.જેમની સેવામાં યદુનંદન ગ્રુપના યુવાનો કાર્યરત રહે છે.આ દશ દિવસમાં જે આસ્થા લોકોની દશામામાં રહેલી છે તેની અનુભૂતિ થતી હોય છે.અમને પણ આ સેવા થકી જે મોકો મળતો હોય છે તેમાં ખૂબ જ આધ્યાત્મિક અનુભવ થાય છે.

Back to top button
error: Content is protected !!