ધ્રાંગધ્રામાં UCC અને વક્ફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને રેલી યોજી આવેદન આપ્યું.
તા.19/04/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વકફ કાયદા અને યુસીસીના વિરોધમાં મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને વિશાળ રેલી યોજવામાં આવી હતી અને મામલતદાર અધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને ત્યારે મુસ્લિમ સમાજના આગેવાને કહ્યું હતું કે, યુસીસી મુસ્લિમ પર્સનલ લો ને ખતમ કરી નાખશે અને વકફનો કાયદો મુસલમાનોની સંસ્થાઓની સ્થાપના અને સંચાલનના હક્ક છીનવી લેશે જેથી વકફ કાયદો રદ કરવામાં આવે અને ગુજરાતમાં યુસીસીનો અમલ ન કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને આવેદનપત્ર આપીને કરવામાં આવેલ છે તાજેતરમાં સંસદમાંથી વકફ બીલ પસાર કરી કાયદો બનાવવામાં આવ્યો છે જેનો દેશભરમાં મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં UCC અને વકફ કાયદાના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું શહેર અને તાલુકા મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ સાથે મળીને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં ધ્રાંગધ્રા મામલતદાર અધિકારી મારફત આવેદન પાઠવી જણાવ્યું છે કે એક સમાન કાનૂની માળખાનો ખ્યાલ સિધ્ધાંતમાં લાભદાયી લાગે છે પરંતુ વાસ્તવિક રીતે તે ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરાઓ વિરુદ્ધ છે વ્યાપક સર્વસંમતી અને સાવચેતી પૂર્વક વિચારણા કર્યા વિના યુનિફોર્મ સિવિલ કોડનો અમલ ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકી સકે છે તેમજ નવા વકફ કાયદા 2025 રદ કરવાની માંગ કરવામાં આવી છે જે આવેદનપત્રમાં જણાવ્યું છે કે નવો વકફ કાયદો ભારતના તમામ મુસલમાનોના શ્રદ્ધા અને ધર્મ પર હુમલા સમાન છે કાયદો મુસ્લિમોની નાગરિકતા અને ધર્મ સ્થાનો પર અતિક્રમણ રૂપ છે વકફના નવા કાયદાથી મુસ્લિમોનો ઉદ્ધાર અને પ્રગતિ થશે તે દાવો સદંતર ખોટો છે પાયા વિહોણો છે તેમજ વિવિધ મુદાઓ પણ આવેદનમાં જણાવી વકફ કાયદો તેમજ યુ સીસી કાયદો રદ કરવાની ધ્રાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અધિકારીને આવેદનપત્ર આપીને માંગ કરી છે.