Rajkot: રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા સરકારી ગ્રંથાલયો મંજૂર

તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ધોરાજીમાં ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાના હસ્તે નવા ગ્રંથાલયનું ઉદઘાટન
Rajkot: રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં પાંચ તાલુકામાં નવા પાંચ ‘સરકારી તાલુકા ગ્રંથાલય’ મંજૂર કરવામાં આવ્યા છે. જૈ પૈકી આજે ધોરાજીમાં નવા તાલુકા કક્ષાના ગ્રંથાલયનું ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના લોધિકા, ગોંડલ, ધોરાજી, કોટડા સાંગાણી તથા વિંછિયા તાલુકામાં નવા સરકારી તાલુકા ગ્રંથાલય શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રંથાલયના સંચાલન માટે મદદનીશ ગ્રંથપાલ નિયામકની જગ્યાઓની કરાર આધારિત ભરતી કરવા પણ મંજૂરી આપવામાં આવી છે.
આજરોજ ધોરાજીમાં નવા મંજૂર થયેલા તાલુકા ગ્રંથાલયને ધારાસભ્ય ડૉ. મહેન્દ્ર પાડલિયાએ ખુલ્લું મુક્યું હતું. આમ વાચનપ્રેમી લોકો તથા સરકારી સેવાઓની તૈયારી કરવા યુવાનોને વાચન માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે.





