હાલારના સમર્પણ આરોગ્યધામનું નવુ સોપાન

જામનગરમાં સૌથી મોટી આયુષ કેન્સર હોસ્પિટલ થશે કાર્યરત
જામનગર (ભરત ભોગાયતા )

જામનગર અને આજુબાજુના જીલ્લાઓ માટે ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાની આરોગ્ય સેવાઓ જહેમત જાણીતી છે પૂજ્ય મહંત શ્રી રામસ્વરૂપદાસજીનીપ્રસાદી સ્વરૂપ જામનગરની વિશાળ અને ભવ્ય સમર્પણ હોસ્પીટલ જેમા જનરલ ,હાર્ટ,આંખ,વગેરે વિભાગો વરસોથી કાર્યરત છે તેમા હવે કેન્સર હોસ્પીટલ આગામી ૬ એપ્રીલના શરૂ થનાર છે ભવ્ય કેમ્પસ,માયાળુ સ્ટાફ,સ્વચ્છતા,નિષ્ણાંતોની સુવિધા,સમર્પિત ટ્રસ્ટી ગણ અને તમામ સાધન સુવિધાઓ વગેરે આ આરોગ્ય સ્કુલના જમા પાસા છે
જામનગરમાં વરસોથી સમર્પણ ગ્રુપ ઓફ હોસ્પીટલ્સ શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રિમ રહ્યું છે ૧૨૦૦ બેડની આ હોસ્પીટલ્સમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખથી વધુ ઈન્ડોર દર્દીઓની સારવાર આ હોસ્પીટલ્સ દ્વારા કરવામાં આવી છે અને જરૂરિયાતમંદ દરીઓને માટે આશીર્વાદ રૂપ બની રહી છે તેમાં હવે કેન્સર હોસ્પીટલ શરૂ થનાર છે
ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમા એક નવા માઈલસ્ટોન સ્થાપિત કરતી કેન્સર સારવારના તમામ મુખ્ય વિભાગએ – રેડિએશન ઓન્કોલોજી હેડઓન્કોલોજી પેલિએટીવ કેર અને પેઈન મેનેજમેન્ટ સેવા એક જ છત હેઠળ આપવામાં આવશે ૮૦બેડની ક્ષમતાવાળી આ હોસ્પીટલમાં આ વિસ્તારનુ આધુનિક રેડીયેશન સેન્ટર (કેન્સરના દરદીને શેક આપવાનુ) તેમજ મોડ્યુઅલ સેન્ટર ઉપરાંત સર્જીકલ સેન્ટર તેમજ મેમોગ્રાફી,કોલોનોસ્કોપી,એન્ડોસ્કોપી યુનિટ પણ કાર્યરત છે આ રીતે સેંપુર્ણ સુવિધાયુક્ત હોસ્પીટલ બનાવવામાં આવી છે પાંચ
મોડ્યુલર ,૨૭ સર્જિકલ આઇસીયુ બેઝ,મેમોગ્રાફી કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી યુનિટ વગેરેમાં નિષ્ણાંતો સેવા આપશે આયુષ કેન્સર હોસ્પીટલનો મુખ્ય હેતુ કેન્સરના દરદીઓ માટે સારી સુવિધા આપવાનો છે તે માટે નિષ્ણાંત ડોક્ટરો અને ૧૦ જેટલા પેરા મેડીકોઝ ટીમ ઉપલબ્ધ છે ઉપરાંત વીમા સુવિધા કેશલેશ અને આયુષમાન કાર્ડ ઉપર પણ વિનામુલ્યે સુવિધા પુરી પાડવામાં આવશે અને ૬ એપ્રિલે ઉદઘાટન કરવામાં આવશે જેમાં સંતો મહંતો રાજકીય નેતાઓ આગેવાનો વગેરે સૌ ઉપસ્થિત રહેશે ત્યારે જાહેર જનતાને પણ કેન્સર અંગે માહિતી આપતી કેન્સર ગેલેરી જોવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે સમગ્ર સ્કુલ માટે ડોક્ટર મનોજ તેજાની, ગ્રેટર હેડ સમર્પણ કેન્સર હોસ્પીટલ અને ટીમ જહેમત ઉઠાવે છે આ અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં ગત ૨૬ માર્ચના આ વિગતો આપવામા આવી હતી ત્યારે સમર્પણ ગૃપઓફ હોસ્પીટલ્સની પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
______________________
—-regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com





