ઝઘડિયા તાલુકાના જેસપોર થી દરિયા સુધીનો માર્ગો નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું
જેસપોર થી દરિયા તેમજ ધારોલી આંબોસ કોયલીવાવ મોટામાલ પોર રોડ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દરિયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષ સ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દ્વારા તેઓના કાર્યકાળના બે વર્ષની કામગીરી ગણાવી હતી ત્યારબાદ ઉપસ્થિત હાજર લોકો એ તેઓના ગામમાં પડતી તકલીફો જણાવી હતી ધારાસભ્ય દ્વારા તેમની સમસ્યા સાંભળી તેનો યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી ઉપસ્થિત ગામજનોએ માર્ગ નું નવીનીકરણ નું ખાત મુહૂર્ત કરાતા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા, ગામ અગ્રણી કનુભાઈ વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય બાલુભાઈ વસાવા, તેમજ સરપંચ,ઉપસરપંચ, પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો