નર્મદા જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ પુનઃ શરૂ કરવા બાર એસોસિએશનની માંગ
નિયમિત ફોરમ બેસતું ન હોવાથી અરજદારોમાં ઉદાસીનતા
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ રેગ્યુલર ચાલે તે માટે બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અમદાવાદના ચેરમેન તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગર ને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે
આવેદનમાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં આશરે 10 થી 12 વર્ષ અગાઉ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ નો બહુમાળી મકાન બનીને તૈયાર પડેલ છે જેમાં ઉદઘાટન બાદથી મહિનામાં માત્ર એક દિવસ માટે કન્ઝ્યુમર ફોરમ ભરૂચ જિલ્લામાંથી ઇન્ચાર્જ ચેરમેન દ્વારા ચલાવવામાં આવતું હતું જે પણ અનિયમિત રીતે ચાલતું હતું છેલ્લા છ મહિના ઉપરાંતના સમયગાળા થી નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે જેમાં મહિનામાં એક દિવસ જેમાં પણ ફક્ત બે કલાક માટે કન્ઝ્યુમર ફોરમ બેસતું હતું તે પણ નિમણુક રદ થઈ ગઈ છે
નર્મદા જિલ્લાનું ફોરમ રદ થતાં કરોડોના ખર્ચેથી બનેલ બહુમાળી બિલ્ડીંગ ખંડેર બની જવા પામેલ છે જો નિયમિત રીતે નર્મદા જિલ્લામાં આવે તો લોકોમાં ગ્રાહક તકરાર અંગેની જાગૃતતા આવે અને ઘણી મેટર દાખલ થાય એમ છે પરંતુ નિયમિત રીતે ગ્રાહક સુરક્ષા ફોરમ બેસતું ન હોય લોકોની દાખલ થયેલી મેટરો બાબતે અરજદારોમાં ઉદાસીનતા આવવા પામેલ છે જે સંજોગોમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશન તરફથી તેમજ નર્મદા જિલ્લાની જાગૃત જનતા તરફથી ગ્રાહક તકરાર ફોરમને રેગ્યુલર ચલાવવા માટે અપીલ કરવામાં આવી છે
જિલ્લામાં ફુલ ટાઈમ માટે કાયમી ગ્રાહક તકરાર નિવારણ ફોરમની સ્થાપના કરવામાં આવે તેવી જિલ્લા બાર એસોસિએશન દ્વારા રજૂઆત અને માંગણી કરાઈ છે