SURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ટ્રાફિક શાખા દ્વારા એસટી સ્ટેન્ડ ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ટ્રાફીક શાખાના પીએસઆઇ એમ.આર.ગોહિલ, ટ્રાફીક સ્ટાફ સાથે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી હતી અમુક વખત રીક્ષા ચાલકો ઝડપી ડ્રાઈવીંગ કરતા હોવાથી મુસાફરોની સલામતી જોખમાતી હોય છે જેથી પોલીસે ટ્રાફીક નિયમોનું પાલન કરી સલામત ડ્રાઇવીંગ કરવાની સમજ અપાઇ હતી સાથે અનેક વખત બિનવારસી વસ્તુઓ, શંકાસ્પદ લોકોની અવર જવર સહિતની રીક્ષા ચાલકોને સૌથી પ્રથમ જાણ રહેતી હોય છે અમુક સમયે રીક્ષા ચાલકો પોલીસ કે ટીઆરબી ની ગેર વર્તણુકનો પણ ભોગ બનતા હોય છે કે કોઇ લાંચ પણ માંગતુ હોય છે આવા સમયે હેલ્પલાઈન નંબર અને ક્યા કામ માટે? 100 નંબર કોઈપણ આપત્તી, ગુના કે ઘટનાની જાણ માટે, 14449 પોલીસ કે ટીઆરબીની ગેરવર્તણુંક માટે, અને 1064‌ કોઇપણ સરકારી કામ કાજ માટે કોઇ લાંચ માંગતુ હોય ત્યારે જાણ માટે તાત્કાલીક મોબાઇલથી સીધી ફરીયાદ થઇ શકે એ માટેની પત્રીકા વિતરણ કરી રોડ ઉપર ફરતા રીક્ષામાં બેસતા લોકો પણ લાભ લઇ શકે એ માટે બેનરો રીક્ષામાં લગાવી નંબરો વિશે જાણકારી અપાઇ હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!