GUJARATLAKHTARSURENDRANAGAR

લખતર બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળતા મુસાફરોમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા.

તા.27/08/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર બસ સ્ટેન્ડ નવું બન્યાને પાંચેક વર્ષ જેટલો સમય થયો છે જેમાં સી.સી.ટી.વી. કેમેરા પણ નાંખવામાં આવેલા છે પરંતુ આ સી.સી.ટી.વી કેમેરા અવાર નવાર બંધ થઇ જાય છે ત્યારે છેલ્લા એકાદ મહિના કરતા વધુ સમયથી આ સી.સી.ટી.વી કેમેરાઓ બંધ હાલતમાં છે જેના કારણે મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થાય છે આટલું જ નહીં, પરંતુ આ બસ સ્ટેન્ડની બહારના ભાગે રહેલો એક સી.સી.ટી.વી કેમેરો તો લટકતો પણ જોવા મળ્યો હતો નોંધનીય છે કે, દસેક દિવસ પહેલા રાજકોટથી ડીટીઓ કક્ષાના અધિકારી લખતર બસ સ્ટેન્ડની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન બસ સ્ટેન્ડમાં ગ્રામજનોએ સી.સી.ટી.વી અંગે રજુઆત કરી હતી તે સમયે તેઓએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થઇ હોવાથી મુસાફરોમાં કચવાટની લાગણી ફેલાયેલી છે તો સુરેન્દ્રનગર ડેપો મેનેજર પણ કદાચ લખતર બસ સ્ટેન્ડની મુલાકાત લેતા હોય છે ત્યારે શું તેઓને પણ આ ધ્યાને નહીં આવતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય ગણાશે કે એસ.ટી.નાં ભાડા વધાર્યા બાદ અમદાવાદ તથા રાજકોટ કચેરીઓ માંથી અધિકારીઓ દ્વારા સફાઈ અંગે જેટલી ચિંતા રાખવામાં આવે છે તેટલી બસ સ્ટેન્ડમાં જે તકલીફો મુસાફરોની છે તેની પણ રખાય તેવી મુસાફરોની લાગણી સાથે માંગણી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!