નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ દ્વારા કાંકણપુર કોલેજમાં બે દિવસનો પરીસંવાદ યોજાયો

ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે.એલ. કે કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ કાંકણપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરીટઝ માર્કેટ દ્વારા બે દિવસનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પટેલ તેમજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મૌલીન શાહે પ્રાસંગિક ઉદભોદન દ્વારા સેમિનારની શરૂઆત કરાવી. સેબી (એન.આઈ.એસ.એમ) ના સ્માર્ટ ટ્રેનર તરીકે મુસ્તાક ફારુક શેખ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા બી.કોમ તેમજ બી.એ. ના ૧૦૦ કરતાં વિદ્યાર્થીઓને રોકાણનું મહત્વ, મુડીબજાર વિશેની માહિતી, મ્યુચ્યુઅલ ફંડ અંગેની માહિતી ,રોકાણકારની ફરિયાદ નિવારણ તથા છેતરપિંડીથી બચવાના ઉપાય, મુડી બજારમાં કારકિર્દી બનાવવા અંગેની તકો વિશે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર સેમીનારનુ સંચાલન ડૉ. નીતિન ધમસાણીયા તેમજ કોમર્સ વિભાગના વડા ડૉ. મહેશ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતુ.





