VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ‘‘રન ફોર વોટ’’ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સ્વાસ્થ્ય અને મતદાન જાગૃતિના સંદેશ સાથે વલસાડ તા. ૫ મે ના રોજ રન ફોર વોટમાં મોટી સંખ્યામાં લોકોને સહભાગી થવા આહવાન કરાયું 

અત્યાર સુધીમાં ૮૨૦ લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂકયુ, અંદાજે ૧૨૦૦થી વધુ લોકો સામેલ થશે એ મુજબ આયોજન

પાંચ કિમીની દોડ પૂર્ણ કરનાર દોડવીરને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરાશે

—- 

માહિતી બ્યુરો. વલસાડ, તા. ૨ મે

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત ૨૬- વલસાડ બેઠક પર તા. ૭ મે ના રોજ મંગળવારે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈન્ટેન્સીવ કેમ્પેઈન હેઠળ તા. ૫ મે ના રોજ વલસાડ શહેરમાં રન ફોર વોટ દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે આજ રોજ ગુરૂવારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભરમાં ઈન્ટેન્સીવ કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૫ મે ને રવિવારે સવારે ૬- ૩૦ કલાકે મતદાન જાગૃતિના સંદેશ સાથે પાંચ કિમીની રન ફોર વોટ દોડનું આયોજન વલસાડની બાઈ આવાબાઈ સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યની તંદુરસ્તી અને મજબૂત લોકતંત્ર માટે અવશ્ય મતદાનના સંદેશ સાથે આ દોડનું આયોજન કરાયું છે. જેમાં વલસાડનું સાયકલીંગ એસોસિએશન, વિવિધ સ્કૂલ –કોલેજના વિદ્યાર્થીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સાધકો, ડીએલએસએસ સ્કૂલ તથા ઈન સ્કૂલના ખેલાડીઓ, હોકી એસોસિએશન, કરાટે એસોસિએશન, પોલીસ, આરપીએફ, ફોરેસ્ટ અને એસઆરપીએફના જવાનો તેમજ વલસાડની વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાશે. અત્યાર સુધીમાં ૮૨૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. અંદાજે ૧૨૦૦ થી વધુ લોકો આ દોડમાં સહભાગી થઈ મતદાન જાગૃતિનો સંદેશ આપશે એવી આશા સેવાઈ રહી છે. આ દોડમાં ઉંમરનો કોઈ બાધ નથી, કોઈ પણ વયના લોકો ભાગ લઈ શકે છે. જે દોડવીર પાંચ કિમીની સ્પર્ધા પૂર્ણ કરશે તેને પ્રમાણપત્ર આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું કે, શારીરિક માનસિક સ્વાસ્થ્ય અને લોકતંત્રના પ્રાણ સમાન મતદાન જાગૃતિ માટે લોકો વધુમાં વધુ સહભાગી બને તેવા પ્રયાસ છે. દોડના રૂટ પર મેડિકલ ટીમ અને ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત રહેશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે https://forms.gle/ByaoqJ1HzLuumBfV8 લીંક પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દોડનો રૂટ બાઈ આવાબાઈ હાઈસ્કુલથી પ્રસ્થાન થઈ સર્કીટ હાઉસ સર્કલ થઈ ગવર્મેન્ટ કોલોની, શેઠ આર. જે.જે હાઈસ્કૂલ, કૉલેજ જકાતનાકું, પાલીહિલથી રીટર્ન થઈ કૉલેજ જકાતનાકું, શેઠ આર. જે.જે હાઈસ્કૂલ  ગવર્મેન્ટ કોલોની, સર્કીટ હાઉસ સર્કલ થઈ બાઈ આવાબાઈ હાઈસ્કુલ પર પૂર્ણ થશે. ભાગ લેવા આવનાર દોડવીરોએ સવારે ૦૬:૦૦ કલાકે બાઈ આવા બાઈ હાઈસ્કુલ વલસાડ ખાતે રીપોર્ટીંગ કરવાનું રહેશે એવુ વલસાડ જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્કેશ પટેલે જણાવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!