GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે બે ફોર વ્હીલર ગાડીમાંથી પંદર લાખ ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડયા

 

તારીખ ૦૩/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસે એમ.જી.એસ. ગરનાળા પાસેથી પસાર ક્રેટા ફોર વ્હીલ ગાડીમાંથી અને ગધેડી ફળિયાના નાકા પાસેના રોડ પરથી પસાર થતી બ્રેઝા ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ.૧૫,૫૨,૮૮૦ મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ.પરમાર સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ ટાઉન વિસ્તારમાં ગણપતિ આગમન શોભાયાત્રાનો બંદોબસ્ત પુર્ણ કરી પરત આવતા હતા તે વખતે ખાનગી અને વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,એક કાળા કલરની ક્રેટા ફોર વ્હીલ ગાડી જીજે-૦૧-વીબી-૯૨૨૪ નંબરની ગાડી માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી ગોધરા થી હાલોલ તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે કાલોલ શહેર સ્થિત એમજીએસ ગરનાળા પાસે રોડ ઉપર જરૂરી આડાશો મુકી ઉપરોક્ત બાતમી વાળી ફોર વ્હીલ ગાડીમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમ નામે સરદારભાઈ ઉર્ફે સુનિલભાઈ જવરાભાઈ બારીયાને પકડી ક્રેટા ગાડીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા એક મોબાઈલ અને ક્રેટા ફોર વ્હીલ ગાડી મળી કુલ કિંમત રૂપિયા ૯,૪૦,૮૪૦/-ની પ્રોહિ મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બીજી એક ખાનગી બાતમીદાર પાસેથી મળેલ ચોક્કસ બાતમી વાળી એક સફેદ કલરની બ્રેઝા ફોર વ્હીલ ગાડી જીજે-૨૩-સીએ-૯૩૦૯ નંબર ની ગાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ગોધરા થી વડોદરા તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે કાલોલ ગધેડી ફળીયાના નાકા પાસે રોડ ઉપર જરૂરી સાધનો મુકી ઉપરોક્ત બાતમીવાળી ફોર વ્હીલ ગાડી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે દિનેશભાઈ બાબુભાઇ નિનામાને પકડી પાડી બ્રેઝા ગાડીમાંથી તપાસ કરતા વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂના જથ્થા સાથે એક મોબાઈલ અને બ્રેઝા ફોર વ્હીલ ગાડી સાથે ૬,૧૨,૦૪૦/-નો પ્રોહિ.મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડયો હતો આમ એક જ દિવસમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ગાડીઓ સાથે રૂપિયા ૧૫,૫૨,૮૮૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ઉપરોક્ત બન્ને આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!